Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મુકેશ અંબાણી મુંબઇ નજીક સિંગાપોર જેવું મેગાસીટી બનાવી રહ્યા છે : તુરંતમાં એલાન

પાંચ લાખ લોકો વસી શકશે : ૧ દાયકામાં ૭૫ બિલિયન ડોલરનું થશે રોકાણઃ ૪૦૦૦ એકર જમીન લઇ લીધી : ધીરૂભાઇ અંબાણીનું સપનુ સાકાર કરશે મોટો પુત્ર

મુંબઇ તા. ૯ : મુકેશ અંબાણી ટૂંક જ સમયમાં કોઈ મોટી જાહેરાત કરે એવી શકયતા છે. આ જાહેરાત ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ગેમ ચેન્જર પુરવાર થાય તેવી શકયતા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુંબઈની નજીક એક મેગાસિટી બનાવવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ રિલેયાન્સ ઈન્ડસ્ટ્રીની પ્રોજેકટની અંદર પ્રોજેકટ્સ પહેલની શરૂત હશે. આ પ્રોજેકટનો દરેક હિસ્સો પોતાની રીતે એક પ્રોજેકટ હશે.

અંબાણીનું મેગા સિટી સિંગાપોર પરથી પ્રેરણા મેળવી વિકસાવવામાં આવશે. તેમાં એરપોર્ટ, બંદર અને દરિયાઈ કનેકિટવિટી હશે. BSની સ્ટોરી મુજબ આ શહેરમાં પાંચ લાખ જેટલા લોકો વસી શકશે અને હજારો ધંધા-ઉદ્યોગ પાંગરશે. એક દશકાની અંદર અંદર આ પ્રોજેકટમાં ઼૭૫ બિલિયન જેટલું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.

અંબાણી આ પ્રોજેકટ ઘણા મોટા પાયે લોન્ચ કરશે. નિષ્ણાંતોના મતે જેમ જિયોએ ટેલિકોમ સેકટરની ગેમ બદલી નાંખી એમ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મુકેશ અંબાણીની એન્ટ્રી આ સેકટરની ભૂમિતિ બદલી નાંખશે. રિલાયન્સના દરેક પ્રોજેકટ ભારતના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરે છે. આ પ્રોજેકટ ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરની સિકલ બદલી નાંખશે.

આ મેગાસિટી પછી મુંબઈ આખુ બદલાઈ જશે. ટોચના રિયલ એસ્ટેટ એનાલિસ્ટે જણાવ્યું કે આ નવા શહેરમાં પ્રોપર્ટીની કિંમત મુંબઈ કરતા ઓછી હશે પરંતુ મુંબઈથી તેમાં રિવર્સ માઈગ્રેશન શરૂ થઈ જશે. આ પ્રોજેકટનો સૌથી મહત્વનો ભાગ એ છે કે રિલાયન્સ માત્ર પ્રોજેકટ ડેવલપ જ નહિ કરે પરંતુ શહેર બને પછી તેનું સંચાલન પણ સંભાળશે. આ માટે રિલાયન્સને સ્પેશિયલ પ્લાનિગ ઓથોરિટી લાયસન્સ પણ આપવામાં આવ્યું છે. આ લાયસન્સને કારણે અંબાણીને પ્રોજેકટની કોસ્ટ ઘટાડવામાં ખાસ્સી મદદ મળશે.

રિલાયન્સ ગૃપના દીર્ઘદૃષ્ટા સ્થાપક ધીરુભાઈ અંબાણીએ નવી મુંબઈમાં વર્લ્ડ કલાસ શહેર વસાવવાનું સપનું જોયું હતું. તેમણે ૧૯૮૦માં આ દિશામાં વિચાર કર્યો હતો. તે સાઉથ મુંબઈ અને નવી મુંબઈને રોડથી જોડવાનો પ્રોજેકટ હાથ ધરવા માંગતા હતા. જો આ પ્લાન સફળ ગયો હોત તો મુંબઈમાં ગીચતા કયારની ઓછી થઈ ગઈ હોત.

આ મહિનાની શરૂઆતમાં રિલાયન્સે જાહેર કર્યું કે તે નવી મુંબઈ સેઝ પાસેથી ૨૧૮૦ કરોડના ખર્ચે ૪૦૦૦ એકર જમીન લીઝ પર લઈ રહી છે અને તે વૈશ્વિક સ્તરે ત્યાં ઈકોનોમિક હબ બનાવશે. NMSEZને આ જગ્યા ૨૦૦૬માં વર્લ્ડ કલાસ સેઝ વિકસાવવા માટે આપવામાં આવી હતી. તેના પ્રમોટર્સ મુકેશ અંબાણી, જય કોર્પ ઈન્ડિયા, SKIL ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ અને સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પ (CIDCO) છે. PTIની સ્ટોરી મુજબ CIDCOનો તેમાં ૨૬ ટકા સ્ટેક છે. બાકીનો હિસ્સો મુકેશ અંબાણીનો છે. જય કોર્પને આનંદ જૈન અને નિખિલ ગાંધીની SKIL ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રમોટ કરે છે.

વર્ષ ૨૦૦૫માં મુકેશ અંબાણીએ ૨૦૦૦થી જમીન ખરીદનારા નિખિલ ગાંધી સાથે હાથ મિલાવીને ચીનના લ્ચ્ક્ષ્ જેવું લ્ચ્ક્ષ્ વિકાસાવવાનું આયોજન કર્યું હતું. ટાટા ગૃપ ગાંધી સાથે જોડાવા માંગતું હતું પણ અંબાણી બાજી મારી ગયા. ૨૦૧૮માં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ પોલિસી અંતર્ગત રાજય સરકારે લ્ચ્ક્ષ્ને ઈન્ડસ્ટ્રીયલ યુનિટ માટે જમીન આપવા જણઆવ્યું હતું. ફપ્લ્ચ્ક્ષ્એ ત્યારબાદ લ્ચ્ક્ષ્ને ઈન્ટિગ્રેટેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કન્વર્ટ કરવાની મંજૂરી મેળવી લીધી હતી.

(10:07 am IST)