Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કેશ ઇઝ કિંગ

કરન્સીનું પ્રમાણ ૭ ચૂંટણીની ટોચે પહોંચ્યું

નવી દિલ્હી, તા. ૯ : ચૂંટણી પહેલા ઉમેદવારો દ્વારા રોકડનો મોટા પાયે ખર્ચ કરવામાં આવતો હોય છે. આ વખતે પણ 'કેશ ઇઝ કિંગ' જેવી સ્થિતિ છે. સરકાર ઇલેકટોરલ બોન્ડ્સના સમર્થન હોવા છતાં અત્યારે તો ચૂંટણી પ્રચારમાં ચલણી નોટો ઇંધણનું કામ કરી રહી છે. હાલની સ્થિતિએ જાહેર જનતા પાસે રહેલી કરન્સીના પ્રમાણે છેલ્લી સાત ચૂંટણીમાં સૌથી ઉંચી વૃદ્ધિ નોંધાવી છે.

ર૦૧૮-૧૯માં સકર્યુલેશનમાં રહેલી કરનસીનું પ્રમાણ  ૧૭.૩ ટકા વધ્યું હતું. ર૦૦૮-૦૯માં ચૂંટણી પહેલા કરન્સી ગ્રોથ ૧૭.૧ ટકા, ર૦૦૩-૦૪માં ૧૬ ટકા અને ૧૯૯પ-૯૬માં ૧૭.પ ટકા હતું. રસપ્રદ વાત એ છે કે ર૦૧૩-૧૪માં કરન્સી ગ્રોથ ૯.ર ટકા એટલે કે એક અંકી હતો. આ અપવાદને બાદ કરતા તમામ ચૂંટણી પહેલા કરન્સી ગરોથ દ્વિઅંકી રહ્યો છે. આ ઉપરાંત કરન્સી ગ્રોથ તુલનામાં ચોંકાવનારી બાબત સામે આવી છે. ર૦૧૮-૧૯માં કરન્સી ગ્રોથ ૧૭.૩ ટકા હતો, જયારે અંદાજિત નોમિનલ જીડીપી ગ્રોથ ૧ર.૩૩ ટકા છે. અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણ બંને વચ્ચેનો મોટો તફાવત એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ચૂંટણી પ્રચાર માટે રોકડનો ઢગલો ખડકવામાં આવે છે. હકીકત એ છે કે નોમિનલ જીડીપી અને કરનસી સકર્યુલેશનના ગ્રોથ રેટ વચ્ચેનો તફાવત ચૂંટણી પહેલાના સમયગાળામાં વધતો જ હોય છે. એકમાત્ર અપવાદ ર૦૧૩-૧૪માં હતો. એસપી જૈન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર અનંત નારાયણને જણાવ્યું હતું કે, ર૦૧૮-૧૯માં સકર્યુલેશનમાં રહેલી કરન્સીમાં ઉંચી વૃદ્ધિ જોવા મળે છે. તેની પાછળ એક કારણ નોટબંધી અને કેટલેક અંશે ચૂંટણી દરમિયાન કરન્સીમાં જોવા મળતો વધારો છે.

(10:04 am IST)