Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ચીનને ઝટકો :માલદીવમાં ચૂંટણીમાં મોહમ્મ્દ નશીદની પાર્ટીનો 87 માંથી 60 બેઠકો પર વિજય

નશીદની વિરોધી પ્રોગેસિવ પાર્ટી ઓફ માલદીવને માત્ર સાત બેઠક મળી.

 

નવી દિલ્હી :ચીનને મોટો ઝટકો લાગ્યો છે માલદીવમાં ભારતનું સમર્થન કરનારા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદની પાર્ટીને 87માંથી 60 બેઠકો મળી છે

  . નશીદની પાર્ટી માલદિવિયન ડેમોક્રેટીક પાર્ટીએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ હવે સંસદીય ચૂંટણી પણ જીતી લીધી છે. સંસદીય ચૂંટણીમાં નશીદની વિરોધી પ્રોગેસિવ પાર્ટી ઓફ માલદીવને માત્ર સાત બેઠક મળી.હતી 

    અત્રે ઉલેલ્ખનીય છે કે નશીદની પાર્ટીની માલદીવની સંસદીય ચૂંટણીમાં જીત થવી તે ભારત માટે ખુશીની વાત છે. કારણ કે ચીન માલદીવની વિપક્ષી પાર્ટીને હાથો બનાવીને ભારતને ઘેરવા માટે માલદીવમાં પોતાની તાકાત વધારવાની વેંતરણમાં છે. નશીદની પાર્ટીને ભારતની સમર્થક પાર્ટી ગણવામાં આવે છે. માલદીવની સંસદની ચૂંટણીમાં નશીદની પાર્ટીની જીત ભારત માટે પણ જરૂરી હતી.

(12:00 am IST)