Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

જમ્મુ કાશ્મીર ટેરર ફંડિગ મામલો :મીરવાઇઝ ઉમર ફારૂક NIA સમક્ષ થયા હાજર

 

નવી દિલ્હી: ટેરર ફંડિંગ મામલામાં હુર્રિયતના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂક દિલ્હી NIA સામક્ષ હાજર થયા. મીરવાઈઝ જમ્મુ કાશ્મીરથી દિલ્હી જવા રવાના થયા હતા. જ્યાં સઘન સુરક્ષા વચ્ચે મીરવાઈઝ દિલ્હી ખાતે NIAના કાર્યાલય પહોચ્યાં હતા ટેરર ફંડિગ મામલે તેઓની પૂછપરછ કરાશે

    અત્રે ઉલ્લેખનીય છે કે મિરવાઝ સામે ગંભીર આરોપો છે. NIAના દરોડા દરમિયાન મિરવાઈઝના ઘરેથી 40 ફૂટની ઉંચાઈ ધરાવતુ મોબાઈલ ટાવર મળી આવ્યું હતું. ઉપરાંત અનેક આપત્તિજનક દસ્તાવેજો જપ્ત કરાયા હતા. પાકિસ્તાન દ્વારા આતંકીઓને પોષવા માટે કરવામાં આવતા ફંડીગમાં મિરવાઈઝની મોટી ભૂમિકા હોવાનું કહેવાય છે, જેને લઈને NIA દ્વારા તેને પૂછપરછ માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ મિરવાઈઝ ધ્વારા સુરક્ષાનું કારણ આગળ ધરી શ્રીનગર ખાતે તેની પૂછપરછ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં શુક્રવાર NIA દ્વારા ત્રીજી અને આખરી નોટિસ ફટકારવામાં આવી હતી

(12:00 am IST)