Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મોદી સરકારે ઍડ્મિરલ કર્મવીર સિંહને નૌકાદળના પ્રમુખ બનાવાતા વિવાદ: ટ્રિબ્યૂનલમાં પડકારાયો

પિટિશનમાં આ નિર્ણયને મનસ્વી અને નિયમ વિરુદ્ધ ગણાવ્યો

નવી દિલ્હી :ઍડ્મિરલ કર્મવીર સિંહને નૌકાદળના પ્રમુખ બનાવવાના મામલે વિવાદ થયો છે અને વાઈસ ઍડ્મિરલ બિમલ વર્માએ આ નિર્ણયને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો છે.

   જે રીતે 2016માં મોદી સરકારે સિનિયૉરિટીને અવગણીને જનરલ બિપીન રાવતને સૈન્ય પ્રમુખ બનાવ્યા હતા એવી જ રીતે વાઈસ ઍડ્મિરલ કર્મવીર સિંહને પણ નૌકાદળના પ્રમુખ બનાવાયા છે.

   જો મોદી સરકાર સિનિયૉરિટીને આધારે નૌકાદળના પ્રમુખની નિયુક્તિ કરે તો ઍડ્મિરલ બિમલ વર્મા નૌકાદળના પ્રમુખ બનતા  31 મેએ ઍડ્મિરલ કર્મવીર સિંહ ઍડ્મિરલ સુનીલ લાંબાનું સ્થાન લેશે.

નૌકાદળના પ્રમુખની નિયુક્તિમાં પોતાની યોગ્યતાની અવગણના થતાં વાઈસ ઍડ્મિરલ બિમલ વર્માએ આ નિર્ણયને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો છે. એમણે દાખલ કરેલી પિટિશનમાં આ નિર્ણયને મનસ્વી અને નિયમ વિરુદ્ધ ગણાવ્યો છે.

(8:24 pm IST)