Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

રાષ્‍ટ્રીય તપાસ અેજન્સીઅે પાકિસ્‍તાની ડિપ્લોમેટને પોતાના વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યા

નવી દિલ્હીઃ રાષ્‍ટ્રીય તપાસ અેજન્‍સીઅે પાકિસ્‍તાની રાજદ્વારીને હૂમલાઓનું ષડયંત્ર રચવાની આશંકા વચ્‍ચે પોતાના વોન્‍ટેડ લિસ્‍ટમાં સામેલ કર્યા છે.

NIAએ પાકિસ્તાની ડિપ્લોમેટ આમિર ઝુબૈર સિદ્દીકી સાથે જોડાયેલી માહિતી મેળવવા માટે ફોટો જાહેર કર્યો છે. NIAના આમિર ઝુબૈર સિદ્દીકી સિવાય અન્ય 2 પાકિસ્તાની અધિકારીઓ પણ આ લિસ્ટમાં સામેલ છે.

આમિર કોલંબો સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયોગમાં વીઝા કાઉન્સિલર તરીકે ફરજ બજાવે છે. આ લોકો પર અમેરિકા અને ઈઝરાયલની એમ્બેસી પર 26/11 જેવો આતંકી હુમલોનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ સિવાય દક્ષિણ ભારતમાં સેના અને નેવીની કમાન્ડસ પર પણ 2014માં હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

NIA અનુસાર, શ્રીલંકામાં તહેનાત એક અને પાકિસ્તાની અધિકારી આ ષડયંત્રમાં સામેલ હતા. NIA હવે ઇન્ટરપોલથી આ આરોપીઓ વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની માગ કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે લિસ્ટમાં સામેલ આમિર ઝુબૈર સિદ્દીકીને પાકિસ્તાને પોતાના સ્વેદેશ પાછો બોલાવી લીધો છે. NIAએ ફેબ્રુઆરીમાં સિદ્દીકી વિરૂદ્ધ ચાર્જશીટ તૈયાર કરી છે. પરંતુ અન્ય ત્રણ લોકોની ઓળખ થઈ શકી નથી.

સિદ્દીકી સિવાય જે બંને અન્ય આરોપીઓ વોન્ટેડ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. તે પાકિસ્તાની ઇન્ટેલિજેન્સ ઓફિસર છે. જેમને પોતાના ઉપનામ 'વિનીત' અને 'બોસ ઉર્ફ શાહ' રાખ્યુ છે. એક અધિકારીએ જણાવ્યું કે આ પહેલો અવસર છે. જ્યારે ભારતે કોઈ પાકિસ્તાની ડિપ્લોમેટનું નામ વોન્ટેડ લિસ્ટમાં રાખ્યું છે. અને તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસની માગ કરી હોય.

NIA અનુસાર, કોલંબોમાં કામ કરતા સમયે પાકિસ્તાની અધિકારીઓએ પોતાના એજેન્ટ્સના માધ્મયથી ચેન્નઈમાં મહત્વપૂર્ણ સ્થાનો પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આરોપો અનુસાર, સિદ્દીકીએ શ્રીલંકાના મુહમ્મદ સાકિર હુસેન, અરૂણ સેલ્વારાજ, સિવબાલન અને તમીમ અંસારી સહિત અન્ય કેટલાક લોકોને હાયર કર્યા હતા.જો કે આ તમામની એજન્સીઓએ ધરપકડ કરી છે.

NIAનો દાવો છે કે સિદ્દીકી અને અન્ય પાક અધિકારીઓએ આ લોકોની ભરતી કર્યા બાદ તેમને ડિફેન્સ સાથે જોડાયેલી પ્રતિષ્ઠાઓની જાણકારી મેળવવાનું કામ સોપ્યું હતું. આ સિવાય તેઓએ ન્યૂક્લિયર પ્રતિષ્ઠાનો અને સેનાની મૂવમેન્ટની તસવીરો ક્લીક કરીને મોકલી છે.

(8:18 pm IST)