Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

૩૪ કરોડ પોસ્ટ-ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડરોને મે મહિનાથી તમામ સવલતો ઓનલાઇન મળતી થશે

નવી દિલ્હી, તા. ૯ :  દેશના ૩૪ કરોડ પોસ્ટ-ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને મે મહિનાથી બધી સગવડો ઓનલાઇન આપવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એન્ડ ટેલિગ્રાફે ડિજિટલ બેન્કિંગ સર્વિસિસ શરૂ કરવા સાથે પોસ્ટ -ઓફિસ એકાઉન્ટસના ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટસ બેન્ક (પીપીબી) સાથે લિન્કેજની નાણામંત્રાલયની અનુમતિ મળતા મે મહિનાથી એ સૌથી મોટુ ડિજિટલ નેટવર્ક બનશેચ, કારણ કે દેશમાં કુલ ૧.પપ લાખ પોસ્ટ -ઓી:સો છે. એમાંથી ૧.૩ લાખ પોસ્ટ-ઓફિસો ગ્રામીણ ક્ષેત્રોમાં છે.

મે મહિનાથી આઇપીપીબીના ગ્રાહકો અન્ય બેન્કિંગ કસ્ટમર્સ વાપરે છે. એ NEFT તથા RTGS જેવી મની ટ્રાન્સફર સર્વિસિસનો ઉપયોગ કરી શકશે. આ સર્વિસિસ વૈકલ્પિક રહેશે. પોસ્ટલ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સ વિકલ્પ અપનાવે તો IPPB સાથે જોડવામાં આવશે. ઇન્ડિયન પોસ્ટલ સર્વિસિસ આ મહિનાથી જિલ્લા સ્તરે નાના શહેરોની પોસ્ટ-ઓફિસોમાં IPPBની ૬પ૦ શાખાઓ શરૂ કરશે. તમામ IPPB શાખાઓ અને તમામ એકસેસ પોઇન્ટસ પોસ્ટલ નેટવર્ક સાથે જોડાશે.

પોસ્ટ-ઓફિસમાં ડિજિટલ બેન્કિંગનો અમલ શરૂ થતાં પોસ્ટ ઓફિસના એકાઉન્ટ હોલ્ડર્સ તેમના એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. પોસ્ટ-ઓફિસના ૩૪ કરોડ એકાઉન્ટસમાંથી ૧૭ કરોડ પોસ્ટલ સેવિંગ્સ એકાઉન્ટસ છે અન્ય મન્થ્લી ઇન્કમ સ્કીમ્સ (MIS) અને રિકરિંગ ડિપોઝીટ (RD) જેવા એકાઉન્ટસ છે. (૯.૬)

(4:49 pm IST)