Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

વિચારોમાં મતભેદ હોવાનો અર્થ એ નથી કે અમે આંખથી આંખ મિલાવી જોઈ શકતા નથી

સુપ્રિમ કોર્ટમાં સંઘર્ષ બાબતે જસ્ટીસ ચેલમેશ્વરે મન ખોલ્યુઃ જો જજ ગોગોઈ આગામી સીજેઆઈ નહિં બને તો અમે જે કહ્યુ હતું એ સાબિત થશે : જસ્ટીસ ચેલમેશ્વર

નવી દિલ્હી : ભારતના ન્યાયતંત્રમાં હાલ વિવાદો ચાલી રહ્યા છે. એ વિવાદો દરમિયાન જજ ચેલમેશ્વરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે અમે ચાર જજો અને સીજેઆઈ દિપક મિશ્રા સાથે વિચારોના મતભેદો છે તેમ છતાંય અમે જજોની નિમણુંકોનું કાર્ય કરીએ છીએ. એમણે કહ્યુ અમારા વિચારોમાં મતભેદો છે પણ એનો અર્થ એ નથી કે અમે આંખોમાં આંખ પરોવી વાત નથી કરતા હમણા બે દિવસ પહેલા પણ અમે સાથે હતા. એમને પ્રશ્ન કરાયો કે તમે કેસોની ફાળવણીમાં નવી પદ્ધતિ ઈચ્છો છો પણ મહત્વના કેસો (અયોધ્યા વિવાદ આધાર વગેરે) સીજેઆઈએ પોતાની પાસે જ રાખ્યા છે. તો પછી એમા સુધારો કઈ રીતે થશે. જજે કહ્યુ સીજેઆઈ માસ્ટર ઓફ રોસ્ટર છે. જો એમનું માનવુ હોય કે એ બધા કેસો પોતે સંભાળી શકે છે તો એમને સંભાળવા દો. એમણે કહ્યુ કે મને આ વાતની ખબર નથી કે સરકાર કોલેજીયમમાં કોઈ ફેરફારો સુચવી રહી છે. પણ મારૂ માનવુ છે કે જજોની નિમણુંકોમાં પણ પારદર્શિતા હોવી જોઈએ એ સાથે અન્ય બાબતોમાં પણ પારદર્શિતા જાળવવા માટે સરકારે ન્યાયતંત્રનું ઓડીટ કરાવવા સુચન આપ્યુ છે જેનું હું સમર્થન કરૂ છું. ૧૨મી જાન્યુઆરીએ જજ ચેલામેશ્વરે અન્ય ચાર જજો રંજન ગોગોઈ, મદન બી. લોકુર, કુરિયન જોસેફ સાથે મળી પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સીજેઆઈ સામેની ફરીયાદો જાહેર જનતા સમક્ષ કરી હતી.

સીજેઆઈ દિપક મિશ્રા સામે બફ્રવો પોકારનાર જજચેલામેશ્વર એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે મહાભિયોગ બધાપ્રશ્નોનો ઉત્તર નથી પણ ન્યાય તંત્રને સુધારવાની સિસ્ટમ્સ હોવી જોઈએ. એમણે કહ્યું કે ૧રમી જાન્યુઆરીવાળી પત્રકારપરિષદ અમારા રોષનું પરિણામ હતું. એમને પૂછાયું કે શુંતમને શંકા છે કે જજ રંજન ગોગોઈ જેમનો ક્રમ આગામી સીજેઆઈ તરીકે પ્રથમ છે એમને કદાચ સીજેઆઈ નહીં બનાવાય કારણ કે એ તમારી સાથે બળવામાં સામેલ હતાએના જવાબમાં એમણે કહ્યું કે હું ભવિષ્ય વંતા નથી અને આશા છે કે એવું થશે નહીં જો એવું થાય તો સમજી લેજો જેઅમે પત્રકાર પરિષદમાં કહ્યું હતું એ સાચી હકીકતો હતી જેપૂરવાર થઈ છે.(૩૭.૬)

(12:51 pm IST)