Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

ઓ.. બાપરે... દેશમાં ગામડાઓમાં હજુ ૧૧ કરોડથી વધુ ખૂલ્લામાં શોચાલય જાય છેઃ શહેરમાં ૧II કરોડથી વધુ!!

વડાપ્રધાન નરેન્દ્રભાઇની જાહેર થયેલ આ યોજનાનો લક્ષ્યાંક પુરો કરવો કઠીનઃ ર૦૧૯ સુધીમાં શકય નથી...: સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશમાં: ત્રીજા નંબરે એમપી તો પાંચમા નંબરે રાજસ્થાનઃ જાગરૂકતા અભિયાન ચાલુ હોવાનો દાવો...:

નવી દિલ્હી તા. ૯ :.. વડાપ્રધાન નરેન્દ્રભાઇ ર-ઓકટોબર ર૦૧૯ સુધીમાં ખૂલ્લામાં જાજરૂ જનાર લોકો માટે શૌચાલય બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ મળતા સરકારી આંકડા કંઇક જૂદુ જ બતાવી રહ્યા છે, આ લક્ષ્યાંકથી કયાંય દેશ દૂરહોવાનું ફલીત થઇ રહ્યું છે.

ર૦૧૧ ની વસતિ ગણત્રી મુજબ શહેર-ગ્રામ્ય ક્ષેત્રમાં અનુસુચિત જાતી અને જનજાતીના કરોડો લોકો એવા છેકે જેમના ઘરમાં આજ સુધી શૌચાલયો બન્યા નથી. દેશમાં  ઉત્તર પ્રદેશઆવી સંખ્યામાં ટોપ ઉપર છે. જયારે એમપી ત્રીજા અને રાજસ્થાન પાંચમા નંબર ઉપર છે.

સચોટ આંકડાકીય વિગતો મુજબ ગ્રામ્ય વિસ્તારમાં ૧૧ કરોડ ૬ર લાખ તો તાલુકા -શહેરી વિસ્તારમાં ૧ કરોડ ૪૭ લાખ લોકોના ઘરોમાં શૌચાલય નથી.

સ્વચ્છતા ડીપાર્ટમેન્ટના સુત્રોએ ઉમેર્યુ હતું કે, એક એક મોટી સમસ્યા છે, અને તેના નિવારણ માટે ઘણા પ્રયત્નો કરાયા છે, અને ચાલુ પણ છે. લોકોમાં જાગરૂકતા લાવવા તમામ વર્ગોને સાથે રાખી એક સ્પેશીયલ જન આંદોલન પણ ચલાવાઇ રહ્યું છે, ખાસ કરીને તમામ ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે.

આ સાધનોએ દાવો કર્યો કે ઓકટોબર-ર૦૧૪ માં ગ્રામ્ય ક્ષેત્રમાં ખુલ્લામાં સંડાસ  જનારાની સંખ્યા પપ કરોડ હતી તે હવે ર૦ કરોડ થઇ ગઇ છે. આજ સુધીમાં દેશના ૩૬૦ જીલ્લાને ખુલ્લામાં શૌચાલયથી મુકત કરી લેવાયા છે. (પ-૧૦)

(11:44 am IST)