Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

31મી જુલાઈએ નાસાનું પહેલું સૂર્ય મિશન થશે લોન્ચ

નાસાના પાર્કર સોલાર પ્રોબ મિશનની તૈયારીઓ અંતિમ ચરણમાં

વોશિંગ્ટનઃઆગામી 31મી જુલાઈએ નાસાનું પહેલું સૂર્ય મિશન લોન્ચ થશે નાસાના પાર્કર સોલર પ્રોબ મિશનની તૈયારીઓ તેના અંતિમ ચરણમાં પહોંચી છે યુએસ એરફોર્સના સ્પેસક્રાફ્ટે ફ્લોરિડા માટે ઉડાણ ભર્યું છે, જ્યાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
   પાર્કર સોલર પ્રોબ માનવ ઇતિહાસના સૂર્ય તરફ પહેલું મિશન છે. લોન્ચિંગ બાદથી જ તે સૌર વાતાવરણની કક્ષામાં પહોંચી જશે, જેને કોરોના કહે છે, જે સપાટીની નિકટ ગયેલી કોઈ પણ માનવનિર્મિત વસ્તુ સુધી પહોંચશે. આ યાન એવા વિસ્તારોમાં જશે, જેને માનવીએ પહેલાં ક્યારેય ખંગોળ્યા નથી. આ મિશન એ સવાલોના જવાબ શોધવાના પ્રયાસ કરશે, જે છ દશકોથી વધુ સમયથી ઉકેલાયા નથી.
   આ સ્પેસક્રાફ્ટનું નામ જાણીતા અમેરિકન ખગોળશાસ્ત્રી યુઝિન પાર્કરના નામ પરથી રાખવામાં આવ્યું છે. 90 વર્ષના પાર્કરે 1958માં પહેલી વાર કહ્યું હતું કે, અંતરિક્ષમાં સૌર તોફાન પણ છે. એવું કહેવાય છે કે, આ સ્પેસક્રાફ્ટ શુક્રનું પરિક્રમણ કરશે. ત્યાર બાદ સૂર્ય તરફ આગળ વધશે. આ દરમિયાન તે મંગળની કક્ષામાં પણ પ્રવેશ કરશે.
   નાસાએ આ મિશનમાં સામેલ થવા માટે સામાન્ય લોકોને પણ આમંત્રિત કર્યા છે. મિશનમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ નાસાની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન બાદ એક સર્ટિફિકેટ પણ મળશે. તેના લકી ડ્રોના આધાર પર વ્યક્તિની પસંદગી કરવામાં આવશે.
   અમેરિકની જોન હોકિંગ્સ એપ્લાઇડ ફિઝિક્સ લેબમાંથી આ મિશનના પ્રોજેક્ટ મેનેજર એન્ડી ડ્રાઇસમેને કહ્યું છે કે, ‘પાર્કર સોલર પ્રોબ અને તેને બનાવવા માટે દિવસ-રાત ખૂબ મહેનત કરનારી ટીમ સામે હજી પણ ઘણા માઇલસ્ટોન આવશે.

(12:00 am IST)