Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાહુલ ગાંધી પર વિશેષાધિકાર ભંગ મામલે આવતીકાલે સંસદીય સમિતિની બેઠક મળશે

નિશિકાંત દુબે આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીમાં લોકસભામાં વિશેષાધિકાર સમિતિ સમક્ષ મૌખિક પુરાવા રજૂ કરશે

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વિશેષાધિકાર ભંગ મામલે આવતીકાલે સંસદીય સમિતિની બેઠક મળશે. સાંસદ નિશિકાંત દુબે અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. નિશિકાંત દુબે આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીમાં લોકસભામાં વિશેષાધિકાર સમિતિ સમક્ષ મૌખિક પુરાવા રજૂ કરશે.

   
(11:14 pm IST)