Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

શું ભાજપમાં બધાં રાજા હરીશચંદ્રના ભાઈ-બહેન છે ?:ઇડીના સમન્સથી KCR ની પુત્રી કે. કવિતાએ કહ્યું -મોદીજીની પહેલા ED પહોંચી જાય છે

તેઓ આગ સાથે રમી રહ્યા છે અનેમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં તેમને આનો અહેસાસ થશે.

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના પુત્રી કવિતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સમન્સ પાઠવીને બોલાવ્યા છે. દિલ્હી શરાબ કૌભાંડસાથે સંકળાયેલા એક મામલામાં ED કવિતાની પૂછપરછ કરશે. EDની આ કાર્યવાહી પર કવિતાએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ગઈકાલે તેઓ દિવસભર ધરણાં પર ઉતરવાના હતા. પરંતુ, તે પહેલા જ મને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની નોટિસ આવી જેમાં મને 9 માર્ચે બોલાવી હતી. પરંતુ, અમે ED પાસે 11 માર્ચનો સમય માગ્યો છે.

 

એક્સાઈઝ નીતિના મામલામાં EDના સમન્સ પર BRS પાર્ટી MLCના કે. કવિતાએ વધુમાં જણાવ્યું કે તેમણે 2 માર્ચે એક પોસ્ટર જારી કર્યું હતું કે તે મહિલા અનામત વિધેયકને પાસ કરવાની માંગણી સાથે 10 માર્ચે દિલ્હીમાં ભૂખ હડતાળ કરવાના હતા. અમે ED સાથે છીએ. અમે તેમનું સમર્થન કરીએ છીએ. આપણે તેલંગાણાની વાત કરીએ તો ગયા જૂન મહિનાથી કેન્દ્ર સરકાર સતત એજન્સીઓને તેલંગાણા મોકલી રહી હતી, કારણ કે ત્યાં ચૂંટણીઓ હતી. તેમની આ જ આદત છે. જ્યાં પણ ચૂંટણી હોય છે ત્યાં મોદીજીની પહેલા ED પહોંચી જાય છે.

 

આ મામલે તેલંગાણાના મંત્રી કેટી રામારાવે કહ્યું કે પીએમ તેમના અને અદાણી પર લાગેલા આરોપો વિશે કેમ વાત કરતા નથી ? શું BJPમાં બધાં રાજા હરીશચંદ્રના ભાઈ-બહેન છે ? આ એજન્સીઓનો સાધન તરીકે વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યા છે. શ્રીલંકાની સરકારના આરોપ અંગે કેમ જવાબ આપતા નથી ? શું બધાં BJP વાળા ચોખ્ખાં છે ? ઉત્પીડન, રાજકીય બદલોઅને ધમકી નરેન્દ્ર મોદી માટે કોઈ બીજી જગ્યાએ કામ લાગી શકે છે. તેઓઆગ સાથે રમી રહ્યા છે અનેમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં તેમને આનો અહેસાસ થશે.

(7:10 pm IST)