Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

બિહારમાં મોટી દુર્ઘટના લશ્કરના તોપના ગોળાથી ત્રણના મોત, ત્રણ ઘાયલ

હોળી ઉજવી રહેલા પરિવાર ઉપર તોપનો ગોળો ખાબક્યો: જમાઈનો પણ ભોગ લેવાયો

બિહારના ગયામાં હોળીના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ  છે. અહીં સેનાની ફાયરિંગ રેન્જમાંથી છોડવામાં આવેલા તોપના ગોળાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે.  જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે આખો પરિવાર હોળીનો તહેવાર મનાવી રહ્યો હતો. પરિવારના જમાઈ પણ હોળીના અવસરે ડોભીથી આવ્યા હતા. ઘરે ઘરે હોળીની વાનગીઓ બનાવવામાં આવી રહી હતી.  આ દરમિયાન ટૂંકનો ગોળો ખાબકવાથી હાહાકાર મચી ગયો હતો.  અકસ્માતમાં જમાઈનું પણ મોત થયું છે.
મૃતકોની ઓળખ ગોલા માંઝીની પુત્રી કંચન કુમારી, જમાઈ ગોવિંદા માંઝી અને ડોભીના સૂરજ કુમાર તરીકે થઈ છે.  જ્યારે ૧૧ વર્ષની ગીતા કુમારી.  ૩૦ વર્ષીય રાસો દેવી અને પિન્ટુ માંઝી ગંભીર રીતે ઘાયલ છે.

(12:58 am IST)