Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ગ્રાહકો-નાગરિકોને ગેરમાર્ગે દોરતા ભ્રામક જાહેરાત પર લાગશે લગામ :ઇંટરનેટ મીડિયા ઇન્સ્યૂએંસર્સ અને સેલિબ્રિટી માટે નવા નિયમો જાહેર

ઇંટરનેટ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા ઇશ્યૂએંસર્સે કોઇ વસ્તુ કે સામગ્રી પર ડિસ્ક્લેમર આપવું ફરજિયાત રહેશે:નિયમોનો ભંગ કરનારાને લાખો રૃપિયાનો દંડ પણ કરવાની જોગવાઇ

નવી દિલ્હી : સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ખાસ વાંચે, સરકારે ગાળીયો કસવાની તૈયારી કરી લીધી છે કેન્દ્ર સરકારે ઇંટરનેટ મીડિયા ઇન્સ્યૂએંસર્સ અને સેલિબ્રિટી માટે નવા નિયમો જાહેર કર્યા છે. જેનો ભંગ કરવા બદલ દંડ પણ કરવામાં આવશે. આ નિયમોનો ઉદ્દેશ્ય સેલિબ્રિટી કે ઇન્સ્યૂએંસર્સ દ્વારા તેમના ફોલોઅર્સને ગેરમાર્ગે દોરાતા બચાવવાનો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જારી આ નવા નિયમોમાં ગ્રાહક સુરક્ષા કાયદાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સેલિબ્રિટી કે સોશિયલ મીડિયા ઇન્સ્યૂએંસર્સ દ્વારા ગ્રાહકોને અને નાગરિકોને ગેરમાર્ગે દોરાતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેમાં ભ્રામક જાહેરાતો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે. જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઇંટરનેટ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા ઇશ્યૂએંસર્સે કોઇ વસ્તુ કે સામગ્રી પર ડિસ્ક્લેમર આપવું ફરજિયાત રહેશે. આ નિયમોનો ભંગ કરનારાને લાખો રૃપિયાનો દંડ પણ કરવાની જોગવાઇ છે.

(9:51 am IST)