Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઇન્ફર્મેશન ટેકનોલોજી 2021 સૂચિત નિયમો અંગે ખુલાસો કરો : ફાઉન્ડેશન ઓફ ઈન્ડિપેન્ડન્ટ જર્નાલીઝમે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : આગામી સુનાવણી સુધી ડિજિટલ ન્યૂઝ મીડિયા આઉટલેટ્સ સામે કોઈ કડક પગલા લેવામાં ન આવે તેવી માંગણી કરી

ન્યુદિલ્હી : સૂચિત ઇન્ફર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થીઓ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ માટે માર્ગદર્શિકા) નિયમો, 2021  અંગે ખુલાસો માંગવા  ફાઉન્ડેશન ઓફ ઈન્ડિપેન્ડન્ટ જર્નાલીઝમે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તથા આગામી સુનાવણી સુધી  ડિજિટલ ન્યૂઝ મીડિયા આઉટલેટ્સ સામે કોઈ કડક પગલા લેવામાં ન આવે તેવી માંગણી કરી છે. જેના અનુસંધાને નામદાર કોર્ટએ આજરોજ કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી  છે. જે અંગે સુનાવણીની મુદત આગામી 16 એપ્રિલ રાખવામાં આવી છે.

મુખ્ય ન્યાયાધીશ શ્રી ડી.એન.પટેલ અને શ્રી જસમીત સિંઘની બેંચ દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી.
 અરજદારોએ કોર્ટ સમક્ષ વચગાળાના રક્ષણ માટે પણ માંગણી કરી હતી. જેથી આગામી સુનાવણી સુધી ડિજિટલ ન્યૂઝ મીડિયા આઉટલેટ્સ સામે નવા નિયમો હેઠળ કોઈ કડક પગલા લેવામાં ન આવે. જેના અનુસંધાને , ખંડપીઠે નોંધ્યું હતું કે જો  કોઈ કડક  કાર્યવાહી કરવામાં આવે તો અરજદારો કોર્ટમાં રજુઆત કરી  શકે છે  .

સૂચિત ઇન્ફર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થીઓ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ માટે માર્ગદર્શિકા)  2021 નિયમો, ઓનલાઇન  મીડિયા પોર્ટલો અને પ્રકાશકો, ઓવર-ધ-ટોપ (ઓટીટી પ્લેટફોર્મ) અને સોશિયલ મીડિયા વચેટિયાઓની કામગીરીને નિયંત્રિત કરે છે. આ નિયમો અનુસાર, 'સોશિયલ મીડિયા મધ્યસ્થીની'  અન્ય સામાજિક મીડિયા વચેટિયાઓની તુલનામાં કેટલીક વધારાની જવાબદારીઓ છે.

 સરકારના નવા નિર્દેશન મુજબ કટોકટીની પરિસ્થિતિમાં આઇટી એક્ટની કલમ A A એ હેઠળ સાઇટ્સને અવરોધિત કરી શકાય છે, જ્યારે સમાચાર માધ્યમોના પોર્ટલની સામગ્રી સૂચવવા માટે આ જોગવાઈ હેઠળ કોઈ અવકાશ નથી. આગળ કલમ A A એ, આઇટી એક્ટ ફક્ત "સરકારની એજન્સી" અથવા "મધ્યસ્થી" ને લાગુ પડે છે.  ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ્સને નહીં. આ  દલીલ મુજબ, કલમ (87 (२) (ઝેડજી) ડિજિટલ ન્યૂઝ મીડિયા માટે લાગુ નથી કારણ કે તે મધ્યસ્થી નથી.આગામી સુનાવણી 16 એપ્રિલના રોજ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:58 pm IST)