Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

માસિક ધર્મ દરમિયાન મહિલાઓ સાથે રખાતા સોશિઅલ ડીસ્ટન્સ ઉપર પ્રતિબંધ મુકો : ધાર્મિક તેમજ શૈક્ષિણક ઉપરાંત ખાનગી અને જાહેર જગ્યાઓ ઉપર રાખવામાં આવતા ભેદભાવને દૂર કરવા ગુજરાત હાઇકોર્ટની રાજ્ય સરકારને અપીલ

અમદાવાદ : તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે માસિક ધર્મ દરમિયાન મહિલાઓ સાથે રખાતા સોશિઅલ ડીસ્ટન્સ ઉપર પ્રતિબંધ મુકવા રાજ્ય સરકારને અનુરોધ કર્યો છે.જે મુજબ  ધાર્મિક તેમજ શૈક્ષિણક ઉપરાંત ખાનગી અને જાહેર જગ્યાઓ ઉપર રખાતા ભેદભાવને દૂર કરવા ગુજરાત હાઇકોર્ટે  રાજ્ય સરકારને અપીલ કરી છે.તથા તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવા અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે કચ્છના ભુજ શહેરમાં શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના  છાત્રાલયમાં રહેતી 60 થી વધુ યુવતીઓને તેઓ માસિક ધર્મમાં નથી તેવું દર્શાવતી પટ્ટી લગાવવાની સૂચના આપવામાં આવી હતી. તથા 68 યુવતીઓને  કોલેજના  રેસ્ટરૂમમાં મોકલવામાં આવી હતી.જ્યાં તેઓ માસિક ધર્મમાં નથી તે જાણવા માટે તેમના આંતર વસ્ત્રો દૂર કરવાની ફરજ પાડવામાં આવી હતી.જે પૈકી અમુક યુવતીઓએ માસિક ધર્મના નિયમનો ભંગ કર્યો હોવાની પ્રિન્સિપાલને રાવ કરવામાં આવી હતી.

આથી આ બાબતે જાહેર હિતની અરજી કરવામાં આવતા નામદાર કોર્ટએ ગુજરાત સરકારને માસિક ધર્મ દરમિયાન મહિલાઓ સાથે રખાતા સોશિઅલ ડીસ્ટન્સ ઉપર પ્રતિબંધ મુકવા અનુરોધ કર્યો છે. જેનો અમલ ધાર્મિક તેમજ શૈક્ષિણક ઉપરાંત ખાનગી અને જાહેર જગ્યાઓ ઉપર થાય તે અંગે માર્ગદર્શિકા બહાર પાડવા અપીલ  કરી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:59 pm IST)