Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

CAA હિંસક પ્રદર્શન : પોસ્ટર્સ મુદે હાઈકોર્ટની ફટકાર બાદ સુપ્રીમ કોર્ટમાં જશે યોગી સરકાર!

હાઇકોર્ટે પોસ્ટર્સ હટાવી દેવા આદેશ આપ્યો: પોલીસ કમિશનરને કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા કહેણ

 

નવી દિલ્હી ઉત્તરપ્રદેશમાં નાગરિકતા કાયદાના વિરોધમાં ભારે આગચંપી થઈ હતી. આ દરમિયાન અમુક જાહેર સંપત્તિને નુકસાન પણ પહોંચ્યું હતું. યોગી સરકારના પોલીસ વિભાગે આ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોના ફોટાઓ જાહેરમાં લગાવ્યા હતા. જો કે હાઈકોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી છે અને આ પોસ્ટર્સ હટાવી દેવા આદેશ આપ્યો છે. આ સિવાય પોલીસ કમિશનરને કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે.

(1:10 am IST)