Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

સાંસદ પરિમલભાઈ નથવાણી રાજ્યસભાની ચૂંટણી ઝારખંડના બદલે આંધ્રપ્રદેશથી લડશે

નવી દિલ્હી : રીલાયન્સના પરિમલભાઈ  નથવાણીનું રાજ્યસભાના સાંસદનું પદ 9 એપ્રિલ 2020માં પૂરું થાય છે. તેઓ ઝારખંડ છોડીને આંધ્ર પ્રદેશથી આગામી ચૂંટણી લડશે.તેમ ચર્ચાઈ છે

  હાલમાં જ ઝાડખંડ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હતી. અને ત્યાં હવે ભાજપની સરકાર નથી. અને અગાઉ જયારે ઝારખંડમાં ભાજપ સરકાર હતી તો જેતે સમયની ભાજપ સરકારે પરિમલભાઈ  નથવાણીને ચૂંટીને રાજ્ય સભામાં મોકલ્યા હતા. પરંતુ હવે ઝારખંડમાં આ શક્ય નથી.

 પરિમલભાઈ  નથવાણી 2008 અને 2014માં ઝારખંડથી ભાજપના ધારાસભ્યોના મતથી અપક્ષ ચૂંટાયા હતા. પણ હવે તે ઝારખંડથી ચૂંટાઈ શકે તેમ નથી કારણ કે ત્યાં કોંગ્રેસની સરકાર છે. નથવાણી એપ્રિલમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર અને અગ્રણી ઉદ્યોગપતિના પ્રયત્નો દ્વારા આંધ્ર પ્રદેશની બેઠક પરથી રાજ્યસભાની બેઠક લડશે.

પરિમલભાઈ  નાથવાણી મુકેશ અંબાણીની કોર ટીમમાં સામેલ છે. ધીરુભાઈના વિશ્વાસુ ગણાતા પરિમલભાઈ  નાથવાણીને વર્ષ 2016માં કૉર્પોરેટ અફેર્સનાં ગ્રુપ પ્રેસિડેન્ટ બનાવાયા છે,જામનગરમાં રીફાઈનરી બનાવી ધીરુભાઈ અંબાણીનું સ્વપ્ન પૂરું કરવાનો ફાળો પરિમલ નાથવાણીને જાય છે. દ્વારકા અને નાથદ્વારા જેવા મંદિરોના બોર્ડમાં છે.

(12:42 am IST)