Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

મધ્યપ્રદેશમાં નવો રાજકીય વળાંક : કોંગ્રેસના તમામ મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામાં સોંપ્યા :નવી કેબિનેટ બનાવશે કમલનાથ

રાજ્યપાલ લખનૌથી કાલે ભોપાલ પહોંચશે : શિવરાજસિંહ ચૌહાણ અને અમિતભાઇ શાહ વચ્ચે બે કલાક મુલાકાત

 

નવી દિલ્હી ; મધ્યપ્રદેશના રાજકીય સંકટ વચ્ચે નવો વળાંક આવ્યો છે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 17 ધારાસભ્યો બેંગ્લુરુ પહોંચ્યા હતા નજીવી બહુમતીએ ચાલતી કોંગ્રેસની કમલનાથ સરકાર પર સંકટ ઘેરાયું હતું

 અહેવાલ મુજબ મધ્યપ્રદેશના તમામ મંત્રીઓએ મુખ્યમંત્રી કમલનાથને રાજીનામુ સોંપ્યું છે,હવે કમલનાથ નવેસરથી કેબિનેટની રચના કરશે,કમલનાથના નજદીકના સૂત્રો મુજબ બેંગ્લુરુ ગયેલા ધારાસસભ્યોને પણ માનવી લેવામાં આવશે

 દરમિયાન વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવે કહ્યું કે કોંગ્રેસના વિખવાદ માટે ભાજપ જવાબદાર નથી,જો મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પડી ભાંગે છે અને અમને તક મળે છે તો હાઇકમાન્ડ જે નિર્ણ્ય કરશે તેને અમો સ્વીકારીશું

 મધ્યપ્રદેશના રાજકીય ગડમથલ વચ્ચે મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન મંગળવારે સવારે લખનૌથી ભોપાલ જઈ રહ્યા છે,

   ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળીને પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ ગૃહમંત્રી અમિતભાઇ શાહને મળ્યા હતા શિવરાજસિંહ ચૌહાણ અમિતભાઈના ઘરે તેઓને મળ્યા હતા, બે કલાક સુધી મિટિંગ ચાલુ હતી ઉપરાંત ભાજપના ઘણા નેતાઓને પણ મળ્યા હતા  है.

(11:41 pm IST)