Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

શાહીન બાગમાં પ્રદર્શનનો મોટો ખુલાસો :ભોજન અને પૈસા પુરા પાડતો હતો PFIનો સભ્ય દાનિશ

તોફાનોમાં પણ તેના પૈસા અને લોકો ઉપલબ્ધ કરાવ્યા

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના સભ્ય દાનિશ અલીની ધરપકડ કરી છે. દાનિશ સાથે જોડાયેલી ઘણા મહત્વની વાત સામે આવી છે. દાનિશે ચાર દિવસની પોલીસ રિમાન્ડમાં લેવામાં આવ્યો છે.

 દાનિશ વિશે જાણકારી મળી છે કે શાહીન બાગમાં ભોજન અને પૈસા આપતો હતો. તોફાનોમાં પણ તેના પૈસા અને લોકો ઉપલબ્ધ કરાવ્યા હતા. પરંતુ તે ખુદ તોફાનોમાં સામેલ રહ્યો નથી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે પીએફઆઈમાં કાઉન્ટર ઇન્ટેલિજન્ટનું કામ તપાસ ઓફિસરોને નિશાન બનાવવાનું છે.

 પીએફઆઈ તરફથી અન્ય લોકો પણ તપાસી શંકામાં છે. તપાસમાં સામે આવી રહ્યું છે કે તોફાનો અચાનક થયા નથી. ટ્રમ્પની મુલાકાત નક્કી હતી અને તે સમયે તોફાનોની શરૂઆત થઈ હતી

(11:20 pm IST)