Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

કોરોના વાયરસનો કહેર: ભારતીયોને પરત લાવવા C-17 ગ્લોબમાસ્ટર ઈરાન રવાના

સરકારે ભારતીય વાયુસેનાનું સી -17 ગ્લોબમાસ્ટર વિમાન મોકલ્યું

 

નવી દિલ્હ:ચીન પછી ઇરાનમાં કોરોના વાયરસનો સૌથી વધું કહેર જોવાયો છે છેલ્લા 24 કલાકમાં વધુ 43 લોકોના મોત સાથે ઈરાનમાં કોરોના ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 237 પર પહોંચી ગઈ છે. તે સાથે દેશમાં કુલ 7,161 કેસની પુષ્ટિ થઈ છે.

ઈરાનમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકારે ઈરાન માટે ભારતીય વાયુસેનાનું સી -17 ગ્લોબમાસ્ટર વિમાન મોકલ્યું છે. ભારતીયોને પરત લાવવા વિમાન સોમવારે રાત્રે 9 વાગ્યે ઈરાન જવા રવાના થયું.

સત્તાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે સી-17 ગ્લોબમાલ્ટર સૈન્ય વિમાન રાત્રે 9 વાગ્યે હિંડન હવાઇ મથકેથી રવાના થયું, ઇરાનમાં લગભગ બે હજાર ભારતીયો વસવાટ કરે છે.

ત્યાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્રણ દિવસ પહેલા, મહાન એરલાઇન્સનું વિમાન 300 ભારતીયનો સ્વેબનો નમુનો ઇરાનથી લઇને ભારત આવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઈરાનમાં રહેતા ભારતીયોના કોરોના વાયરસની તપાસ માટે પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. જો કે, યોજના પાછળથી રદ કરવામાં આવી હતી.

 

(10:36 pm IST)