Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

સૂડાનના વડાપ્રધાનના કાફલા પર ખાર્તૂમમાં આતંકી હુમલો : સમગ્ર પરિવાર સુરક્ષિત

વડાપ્રધાન અબ્દુલાને ટાર્ગેટ કરીને વિસ્ફોટ કરાયો

નવી દિલ્હી : સૂડાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર સૂડાનની રાજધાની ખારતૂમમાં થયેલા વિસ્ફોટમાં ત્યાંના વડાપ્રધાન અબ્દુલ્લા હમદોક માંડ-માંડ બચ્યા છે. હમદોકના પરિવારે આ વિસ્ફોટમાં સુરક્ષિત હોવાની ખાતરી આપી છે. આ વિસ્ફોટ વડાપ્રધાન અબ્દુલાને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી હજૂ સુધી કોઈ સંગઠને લીધી નથી.

સૂડાનના વડાપ્રધાન અબ્દુલ્લા હમદોકનો જન્મ 1956માં સાઉથ સેન્ટ્રલ કોર્ડોફન વિસ્તારમાં થયો હતો. તેમને અર્થશાસ્ત્રી અને સમગ્ર આફ્રિકામાં આર્થિક વિકાસના નિષ્ણાંત માનવામાં આવે છે, તેમને આ ક્ષેત્રમાં 30 વર્ષનો અનુભવ છે.હમદોક ગત વર્ષે જ ઓગસ્ટમાં વડાપ્રધાન બન્યા છે.

(9:47 pm IST)