Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે ભાજપે વિધાયક દળની બેઠક બોલાવી: કમલનાથ ભોપાલ પહોંચ્યા

શિવરાજ સિંહ ચૌહાણ સાથે વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રા પણ દિલ્હીથી ભોપાલ માટે રવાના થશે

નવી દિલ્હી : મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે ભાજપે કાલે મંગળવારે વિધાયક દળની બેઠક બોલાવી છે. જાણકારી પ્રમાણે આ બેઠક સાંજે 7 કલાકે થશે સવારે 6.40 કલાકે ફ્લાઇટમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રા પણ દિલ્હીથી ભોપાલ માટે રવાના થશે.

 

 કમલનાથ સરકાર પર સંકટ વધી રહ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક મનાતા મંત્રીઓ અને ધારાસભ્યોના ફોન સ્વિચ ઓફ છે. રિપોર્ટ છે કે સિંધિયા સર્મથક 6 મંત્રી અને 11 ધારાસભ્ય બેંગલુરુમાં છે. જેમાં ધારાસભ્ય જસવંત જાટવ, મુન્નાલાલ ગોયલ, ગિર્રાજ દંડોતિયા, ઓપીએસ ભદૌરિયા ઉપરાંત કમલનાથ સરકારના મંત્રી પદ્યુમન સિંહ તોમર, મહિલા વિકાસ મંત્રી ઇમરતી દેવી અને સ્વાસ્થ્ય મંત્રી તુલસી સિલાવટ જેવા મટા નામ સામેલ છે.

 આ ઘટનાને કારણે મુખ્યમંત્રી કમલનાથ દિલ્હીથી ભોપાલ પહોંચી ગયા છે. સીએમ હાઉસમાં સરકારના મંત્રીઓ અને પાર્ટીના ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. સૂત્રોના મુખ્યમંત્રી કમલનાથ પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓની બ્લેકમેલિંગ અને બીજેપીની ધમકીઓથી નારાજ બતાવવામાં આલી રહ્યા છે. સીએમ હવે બ્લેકમેલિંગ અને દબાણ સહન કરવાના મૂડમાં નથી. જેથી હવે કોઈ મોટો નિર્ણય તે કરી શકે છે.
મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે આજે દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ બહાર નીકળતી વખતે તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. કમલનાથે કહ્યુ કે ભોપાલ જઈ રહ્યો છું. આગળની રણનીતિ ત્યાં જ ઘડવામાં આવશે 

(9:41 pm IST)