Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળો શરૂ

જ્યોતિરાદિત્ય સિંધિયાને મનાવવાના કોંગ્રેસના પ્રયાસો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળવાની પણ જ્યોતિરાદિત્ય સિંધિયાની તૈયારી : આજે ભાજપની મહત્વપૂર્ણ મિટિંગ : ઉથલપાથલ

નવીદિલ્હી, તા.૯ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મળેલી માહિતી મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા છેલ્લા ઘણા સમયથી નાખુશ દેખાઈ રહ્યા છે અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાઢેરાથી નાખુશ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓ પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર પર છેલ્લા ઘણા દિવસથી સંકટના વાદળો છે. કોંગ્રેસની છાવણીમાં હાલ ૧૨૧ ધારાસભ્યો છે જ્યારે ભાજપની પાસે ૧૦૭ ધારાસભ્યો છે. બહુમતિનો આંકડો ૧૧૬ છે. જો ૧૭ ધારાસભ્ય કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થાય તો વિધાનસભામાં ભાજપનો આંકડો ૧૩૪ સુધી પહોંચી શકે છે જે બહુમતિનાં આંકડા કરતા ખુબ વધારે છે. મધ્યપ્રદેશમાં સરકરા ઉપર ખતરો તોળાઈ રહ્યો છે.

          મધ્યપ્રદેશમાં વિધાનસભાની ૨૩૦સીટો છે. પાર્ટીના ૧૭ ધારાસભ્યો જે બેંગ્લોર પહોંચ્યા છે તે સિંધિયાના નજીકના હોવાનું જાણવા મળી રહ્યું છે. એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે, જ્યોતિરાદિત્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળવાની પણ યોજના ધરાવે છે. બીજી બાજુ જ્યોતિરાદિત્ય છેલ્લા ઘણા દિવસથી નાખુશ દેખાઈ રહ્યા છે. ભાજપની આવતીકાલે ભોપાલમાં બેઠક યોજાશે. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણેદિલ્હીમાં ભાજપ અધ્યક્ષજેપી નડ્ડા સાથે વાતચીત કરી છે. મળેલી માહિતી મુજબ સિંધિયાને મનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. સિંધિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે પરંતુ સિંધિયા હવે રાજી થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.

(9:22 pm IST)