Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે શેડો કેબિનેટ બનાવી : પુત્ર અમિત ઠાકરને પ્રવાસન મંત્રાલય સોંપ્યું

હવે અમિત ઠાકરે પોતાના પિતરાઇ ભાઇ આદિત્ય ઠાકરેના કામકાજ પર નજર રાખશે

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક બેઠક જીતનારી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શેડો કેબિનેટ બનાવી છે,આ કેબિનેટમાં તેઓએ પોતાના પુત્ર અમિત ઠાકરેને પ્રવાસન મંત્રી બનાવ્યા છે.તેઓએ કેબિનેટમાં પુત્ર અમિત ઠાકરેને એ જ મંત્રાલય આપ્યું છે જે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાની સરકારમાં પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને આપ્યું છે

   મહારાષ્ટ્ર સરકારમાં આદિત્ય ઠાકરે પ્રવાસન મંત્રી છે. હવે અમિત ઠાકરે પોતાના પિતરાઇ ભાઇ આદિત્ય ઠાકરેના કામકાજ પર નજર રાખશે અને રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે નીતિઓ નક્કી કરશે.

   રાજ ઠાકરેએ 9 માર્ચે પાર્ટીના 14માં સ્થાપના દિવસ પર શેડો કેબિનેટનું ગઠન કરવાની જાહેરાત કરી અને પોતાના પુત્રને પ્રવાસન મંત્રી, કાયદા અને ન્યાય મંત્રી બનાવવાની જાહેરાત કરીહતી

  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે પ્રતિસ્પર્ધા જુની છે. બાલા સાહેબ ઠાકરેના સમય દરમિયાન રાજ ઠાકરે ક્યારેક શિવસેનાના કદાવર નેતા મનાતા હતા. જોકે, રાજકીય મહત્વાકાંક્ષાના ટકરાવમાં બંને ભાઇઓના રસ્તાઓ અલગ થઇ ગયા. ત્યારબાદ 9 માર્ચે 2006એ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામથી અલગ પાર્ટી બનાવી લીધી હતી.

(9:08 pm IST)