Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

દિલ્હીમાં રમખાણની યોજના પહેલાથી જ તૈયાર થઇ હતી

પીએફઆઈ-ખુરાસાન મોડ્યુલ મામલામાં તપાસ : બધી ગુપ્તચર સંસ્થાઓ દ્વારા તપાસનો સિલસિલો યથાવત

નવી દિલ્હી, તા.૯  : આઈએસ સાથે જોડાયેલા દંપત્તિ અને હવે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મેમ્બર દાનિશની ધરપકડ બાદ દિલ્હીમાં રમખાણોની પાછળ મોટા કાવતર હોવના સંકેત મળી રહ્યા છે. જામિયા વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ આઈએસના ખુરાસાન મોડ્યુલથી જોડાયેલી દંપત્તિ જહાઝેબ સામી અને હિના પર આક્ષેપ મુકવામાં આવ્યો છે કે બંને છેલ્લા ત્રણ મહિનાથી સક્રિય હતા. લોકોને સીએએ, સરકાર અને એક સમુદાયની સામે ભડકાવી રહ્યા હતા. આવી જ રીતે પીએફઆઈ મેમ્બર દાનિશ ઉપર આક્ષેપ છે કે, સીએએ વિરોધી પ્રદર્શન દરમિયાન ખોટી સૂચનાઓ ફેલાવીને લોકોને ભયભીત કરવામાં આવી રહ્યા હતા. ૩૩ વર્ષીય મોહમ્મદ દાનિશ દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં રહે છે. આ ધરપકડથી ગુપ્તચર સંસ્થાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઇના ઇશારે દિલ્હીમાં હિંસા ફેલાવવામાં આવી હતી કે કેમ તેને લઇને તપાસ ચાલી રહી છે.

         દિલ્હી રમખાણોની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા દેખાઈ રહી છે. એમ માનવામાં આવે છે કે, આઈએસઆઈએસના મોડ્યુલને પાકિસ્તાની સેના અને આઈએસઆઆઈ દ્વારા ઉભી કરવામાં આવી છે. રવિવારના દિવસે જામિયાનગરના ઓખલામાંથી જે દંપત્તિની ધરપકડ કરવામાં આવી હતી તે આ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હતા. આઈએસ કેપી ત્રાસવાદી સંગઠન આઈએસની એક શાખા તરીકે છે. આઈએસ કેપી એટલે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાન છે. આ મોડ્યુલનું કેન્દ્ર પાકિસ્તાન-અફગાનિસ્તાન સરહદ ઉપર છે. અફગાનિસ્તાન ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ તેનો સકંજો રહેલો છે. આઈએસ ખુરાસાનમાં તાલિબાન છોડનાર અને વિદેશી ત્રાસવાદીઓ બંને સામેલ રહે છે. આ સંગઠનને ખુબ જ ક્રૂર માનવામાં આવે છે.

(7:46 pm IST)