Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

દિલ્હી હિંસા મામલે અંતે તાહિર હુસૈનનો ભાઈ ઝડપાયો

શાહઆલમની ધરપકડ કરી લેવાઈ

નવી દિલ્હી, તા.૯  : નાગરિક સુધારા કાનૂનને લઇને નોર્થઇસ્ટ દિલ્હીમાં થેયલી હિંસાના મામલામાં દિલ્હી પોલીસે હવે આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ કરવામાં આવેલા તાહિર હુસૈનના ભાઈ શાહઆલમની પણ ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાંચના અધિકારી હવે દિલ્હી હિંસા અને તેની સાથે જોડાયેલા મામલામાં શાહઆલમની પુછપરછ કરી રહ્ય છે. આ પહેલા દિલ્હી હિંસાના ગાળા દરમિયાન આઈબીના કર્મચારી અંકિત શર્માની હત્યાના આરોપમાં પોલીસે તાહિર હુસૈનની ધરપકડ કરી લીધી હતી.     

          ધરપકડ કરવામાં આવ્યા બાદ તાહિરને કડક ડડુમા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. તાહિર હુસૈનની સામે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા તાહિરને તરત જ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.  બીજી બાજુ તાહિર હુસૈન પર સકંજો વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. પોલીસે ત્રણ લોકોને પકડી પડ્યા છે જેમાં લિયાકત, રિયાસત અને તારીક રિઝવીનો સમાવેશ થાય છે.  લિયાકત અને રિયાસત ઉત્તરપૂર્વીય દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં થયેલી હિંસામાં સામેલ હતા. બીજી બાજુ તારીક રિઝવી પર તાહિર હુસૈનને છુપાવવાનો પણ આક્ષેપ મુકાયો છે. છત ઉપરથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા.

(7:45 pm IST)