Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

કોરોનાની દહેશત વચ્ચે ભારતમાં કુલ ૮૭૪૦૦૦ યાત્રીની સ્ક્રિનિંગ

કુલ પોઝિટિવ કેસો ૪૩ : ૫૬ લેબમાં ચકાસણીનો દોર જારી : કોરોના વાયરસને ધ્યાનમાં લઇને કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધનની અરવિંદ કેજરીવાલ અને અન્યોની સાથે ઉચ્ચસ્તરે મિટિંગ : આઈશોલેશન વોર્ડ પણ તૈયાર રખાયા

નવીદિલ્હી, તા. ૯ : ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે છતાં પણ ધીમીગતિએ કેસોમાં વધારો થયો છે. ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને ૪૩ ઉપર પહોંચી છે. બીજી બાજુ કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવી રહેલા પગલા અંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન દ્વારા માહિતી આપવામાં આવી હતી. હર્ષવર્ધને કહ્યું હતું કે, અન્ય દેશોમાંથી આવેલા નવ લાખથી આસપાસના લોકોની સ્ક્રિનિંગ કોરોના વાયરસના અનુસંધાનમાં કરવામાં આવી ચુકી છે. સરકારે આજે માહિતી આપતા કહ્યું હતું કે, વિયેતનામમાં આઠ યુરોપિયન દેશોના નાગરિકો ઉપર વિઝા ફ્રી પ્રવાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. હર્ષવર્ધન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા જુદી જુદી હોસ્પિટલમાં તૈયારી રાખવા માટે પહેલાથી જ સૂચના આપી છે. આઈશોલેશન વોર્ડ તૈયાર રાખવા માટે દિલ્હી સરકાર સાથે પણ વાતચીત થઇ છે. તબીબો, કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ અને અન્ય તકેદારી પણ રાખવામાં આવી રહી છે. મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.

            દેશમાં હાલ ત્રણ હજાર જેટલા લોકો ચકાસણી હેઠળ છે. દિલ્હીમાં પરિસ્થિતિની સમીક્ષા સતત થઇ રહી છે. ચિંતા માટેની કોઇ સ્થિતિ નથી. તેમણે કહ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસમાં ૩૧ નવી લેબ ઉભી કરવામાં આવી છે. ૫૬ લેબનો ઉપયોગ કલેક્શન સેન્ટર તરીકે થઇ રહ્યો છે. એરપોર્ટ ઉપર ૮૭૪૦૦૦ લોકોની ચકાસણી થઇ ચુકી છે. દેશભરમાં ૩૦ વિમાની મથકો પર આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે યુનિવર્સલ સ્ક્રિનિંગની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી બાજુ મેંગ્લોરમાં એક કેસ પોઝિટિવ આવ્યો હોવાને અધિકારીઓએ આજે રદિયો આપ્યો હતો. ડેપ્યુટી કમિશનર સિંધુ રુપેશે માહિતી આપતા કહ્યું છે કે, દુબઈથી આવેલી વ્યક્તિ કોરોના વાયરસ હોવાના અહેવાલ જે આવ્યા હતા તે ટેસ્ટ પોઝિટિવ રહ્યા નથી. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને અનિલ બેજલ સાથે ડોક્ટર હર્ષવર્ધને બેઠક યોજી હતી. વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તમિળનાડુમાં આરોગ્ય સચિવે કહ્યું હતું કે, કોરોના વાયરસથી એક કેસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ૩૩૦ આઈશોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. કર્ણાટક, કેરળ, ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં તંત્ર સાબદુ થયેલું છે. કેરળમાં છ કેસો પોઝિટિવ આવી ચુક્યા છે.

ભારતમાં કોરોના કેસ....

નવીદિલ્હી, તા. ૯ : ભારતમાં કોરોના પોઝિટિવ કેસ નીચે મુજબ છે.

 વિસ્તાર

 પોઝિટિવ કેસો

 કેરળ

 ૦૬

 તમિળનાડુ

 ૦૨

 આગરા

 ૦૬

 દિલ્હી

 ૦૧

 નોઇડા

 ૦૧

 ગાઝિયાબાદ

 ૦૧

 તેલંગાણા

 ૦૧

 જમ્મુ કાશ્મીર

 ૦૧

 અમૃતસર

 ૦૨

 અન્ય

 ૦૪

નોંધ : ઇટાલીના ૧૬ લોકો પણ પોઝિટિવ આવ્યા છે.

(7:40 pm IST)