Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

મધ્યપ્રદેશ : કોંગીના છ મંત્રી સહિત ૧૭ સભ્ય બેંગ્લોરમાં

કમલનાથ સરકાર ઉપર ફરી સંકટના વાદળો : બેંગ્લોર રિસોર્ટમાં ભાજપ તરફથી લઇ જવાયા : અહેવાલ

ભોપાલ, તા.૯ : મધ્યપ્રદેશ સરકારમાં રાજકીય ઉથલપાથલનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. મુખ્યમંત્રી કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર ઉપર સંકટના વાદળો યથાવતરીતે ઘેરાયેલા રહ્યા છે. કોંગ્રેસના છ  મંત્રીઓ સહિત ૧૭ ધારાસભ્યો બેંગ્લોર પહોંચી ગયા છે. કમલનાથનું કહેવું છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વાર કોઇપણ રીતે તેમની સરકારને ગબડાવી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના ૧૭ ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીના બેંગ્લોર રિસોર્ટમાં લઇ જવામાં આવ્યા છે. એમ માનવામાં આવે છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાની છાવણીના આ ધારાસભ્યોને ભાજપ ધારાસભ્યો લઇને પહોંચ્યા છે. હજુ સુધી કુલ ૧૦ ધારાસભ્ય લઇ જવામાં આવ્યા છે. બેંગ્લોરના બહારના વિસ્તારમાં કોઇ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. મિડિયા રિપોર્ટ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો આમા જ્યોતિરાદિત્ય સિંધિયા છાવણીના સભ્યો છે.

           મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી તેમની સરકારને ગબડવી દેવાના પ્રયાસમાં છે. મધ્યપ્રદેશની રાજનીતિમાં ગય સપ્તહમાં ત્રીજી માર્ચથી રાજકીય ડ્રામાબાજીની સ્થિતિ જોવા મળી રહી છે. એ વખતે કોંગ્રેસ, બસપ અને સપાના ધારાસભ્યો લાપત્તા થઇ ગયા હતા. જો કે, આમાથી પાંચ ધારાસભ્યો આગલા દિવસે જ  રાત્રે ભોપાલ આવી ગયા હતા. અપક્ષ ધરાસભ્ય સુરેન્દ્રસિંહ શેરા, કોંગ્રેસ ધારાસભ્ય બિસાઉલાલ અને રઘુરાજ તંસાના પરત આવી ગયા છે. બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય હરદીપસિંહ રાજીનામુ આપી ચુક્યા છે. મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી સુધી જોરદાર ખેંચતાણ રહે તેવી શક્યતા છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેએ રાજ્યસભાની ચૂંટણી માટે તમામ તાકાત લગાવી દીધી છે. મોટો પ્રતિષ્ઠાનો વિષય ચૂંટણી બની ગઈ છે. ૨૯મી માર્ચે ચૂંટણી યોજાનાર છે.

(7:46 pm IST)