Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

નારી શકિત સાથે નરેન્દ્રભાઇ : સન્માનીત મહિલાઓ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રવિવારે ૮ માર્ચે મહિલા દિવસ પર રાષ્ટ્રીય નારી શકિત સન્માનથી સન્માનિત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. આ મહિલાઓએ મોદીને તેમને કહાણી સંભળાવી હતી. મોદીએ ૧૦૩ વર્ષના એથલીટ માન કૌરના આશીર્વાદ લીધા હતા.   નરેન્દ્રભાઇએ  કહ્યું કે મહિલાઓની મદદ વિના દેશનો વિકાસ સંભવ નથી. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાનની સફળતા પાછળ મહિલાઓનો જ પરિશ્રમ છે.  માતાઓ અને બહેનો કૂપોષણને નાબૂદ કરવા માટે ખૂબ સારું કામ કરી શકે છે અને મહિલા દિવસ પર મહિલાઓને તેનો સંકલ્પ લેવો જોઇએ.

 નરેન્દ્રભાઇએ સન્માનિત મહિલાઓને જણાવેલ કે, જળ જીવન મિશન પણ માતાઓ અને બહેનોની મદદ વિના સફળ ન થઇ શકે. પાણીનું મૂલ્ય જેટલું મહિલાઓને ખબર હોય એટલું કોઇને નથી હોતું. તમે લોકો પોતાનામાં એક કેસ સ્ટડી છો. જો દુનિયાભરની યુનિવર્સિટીને તમારી કહાણીની ખબર પડે તો તેને તેઓ એક કેસ સ્ટડી તરીકે લેશે. અધ્યયન કરશે. તમે લોકોએ પોતાની સાથે બીજાની પણ જીંદગી બનાવી. તમારી પ્રેરણાથી આ દેશ ખૂબ આગળ વધશે.  આ મહિલાઓમાં માન કૌર, ભાગીરથી અમ્મા, આરિફા, બીના દેવી, રશ્મિ, નિલ્જા, નૌંગશી અને તાશી મલિક, કૌશિકી ચક્રવર્તી, ભૂદેવી, ચામી મુર્મૂ, કલાવતી દેવી ઉપરાંત દેશની પ્રથમ મહિલા ફાયટર પાયલોટ મોહના જીતરવાલ, અવની ચર્તુવેદી તથા ભાવના કાઠને તેમની ઉપલબ્ધી બદલ સન્માનીત કરાયેલા.

(3:37 pm IST)