Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

રાણા કપૂર પણ લંડન ભાગી ગયો હતો, લાલચ આપી બોલાવ્યો

મોદી અને રિઝર્વ બેન્કે ઓફર આપી અને રાણા લલચાઈ ગયાઃ રાણા કપૂર બેન્કને ફરી હસ્તગત કરવા માંગતા હતાં

મુંબઇ, તા.૯: યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર પર ઈડીનો સકંજો કસાયા બાદ હવે તેઓ સીબીઆઈએ તેમની વિદ્ઘ કેસ દાખલ કર્યેા છે. ઈડીનો આરોપ છે કે રાણા કપૂરે કંપનીઓને લોન આપવાના બદલામાં લગભગ ૬૦૦ કરોડની લાંચ લીધી. હાલ મુંબઈની એક કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં કપૂરને રિઝર્વ બેંકના આદેશ પર ચીફ એકિઝકયૂટિવ આફિસરનું પદ છોડવું પડું હતું. ત્યારબાદ કપૂર લંડન ચાલ્યા ગયા હતા. એવામાં સવાલ ઊભો થાય છે કે જો રાણા કપૂરને ખબર હતી કે બેંકમાં અનેક પ્રકારની ગડબડી થઈ છે તો પછી તેઓ ભારત કેમ પાછા આવ્યા. તેમને ભારત પરત લાવવાની કામગીરી સરળ નહોતી. મોદી સરકાર અને આરબીઆઈએ તેના માટે પૂરો પ્લાન તૈયાર કર્યેા હતો.

રાણા કપૂરને હટાવ્યા બાદ સરકારે ડૂબતી યસ બેંકને બચાવવા માટે પ્લાન તૈયાર કર્યેા. સરકાર ઈચ્છતી હતી કે જનતાનો ભરોસો બેંક પર કાયમ રહે. જેથી સરકાર અને આરબીઆઈએ નવા રોકાણકારોની શોધખોળ શ કરી દીધી. એક અંગ્રેજી અખબારનો દાવો છે કે છેલ્લા ૮ મહિનામાં આરબીઆઈની ત્રણ અલગ-અલગ રોકાણકારો સાથે વાત થઈ, પરંતુ દરેક વખતે છેલ્લી દ્યડીએ ડીલ થતાં-થતાં રહી જતી હતી. જાણવા મળ્યું કે રાણા કપૂર રોકાણકારોને ભડકાવી રહ્યા હતા. મૂળે કપૂર ઈચ્છતા હતા કે ફરીથી તેમની બેંકમાં વાપસી થાય. લંડનમાં બેઠેલા કપૂરના દરેક પગલા પર સરકારની નજર હતી.

દાવો કરવામાં આવ્યો કે ત્યારબાદ મોદી સરકારે રાણાને ભારત પરત લાવવા માટે પ્લાન તૈયાર કર્યેા. કહેવામાં આવી રહ્યું છે કે સરકારે રાણાને જણાવ્યું કે તેમને બેંક માટે કોઈ નવા રોકાણકાર નથી મળી રહ્યા. એવામાં તેઓ ઈચ્છે તો ભારત પરત આવીને ફરી એકવાર બેંકનું સુકાન સંભાળી શકે છે.પરંતુ જેવા તેઓ ભારત પરત ફર્યા તમામ એજન્સીઓએ તેમને ઘેરવાનો પૂરો પ્લાન તૈયાર કરી લીધો. એ સુનિશ્યિત કરવામાં આવ્યું કે તેઓ ભારતથી ફરી વાર ભાગી ન શકે. આ દરમિયાન રાણા કપૂરને એ વાતની આશંકા ગઈ ગઈ કે સરકાર અને આરબીઆઈએ યસ બેંકને બેઠી કરવાનો પ્લાન તૈયાર કર્યેા છે. એવામાં ફરી એકવાર કપૂર દેશ છોડવાની તૈયારી કરવા લાગ્યા. અખબારના અહેવાલ મુજબ, મુંબઈની જે પોશ બિલ્ડિંગમાં કપૂર રહેતા હતા ત્યાંના ગાર્ડે તેની જાણકારી તપાસ એજન્સીઓને આપી દીધી.

૧૪ માર્ચે બેંકની બોર્ડ મીટિંગ મળી હતી. આ દિવસે બેંકના કવાટરલી પરિણામ આવ્યા હતા. ખરાબ પરિણામોથી દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. સરકારે અંદરખાને એ વાત પર ચર્ચા કરી રહી હતી કે રાણા કપૂરની કયા સમયે ધરપકડ કરવી. જો તેમની વહેલી ધરપકડ કરવામાં આવે તો ગ્રાહકોમાં અવિશ્વાસનો માહોલ ઊભો થઈ જાય. જેથી સરકારે યસ બેંકને ફરીથી ઊભી કરવાની જાહેરાત કરવાની સાથે જ રાણા કપૂરની ધરપકડ કરી લીધી.

(3:36 pm IST)