Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

૪૦% સરકારી સ્કૂલોમાં નથી વિજળી કે નથી પ્લે ગ્રાઉન્ડ

લો કર લો બાત... આમાં કયાંથી ભણે ભારત?

નવી દિલ્હી તા. ૯: શિક્ષણ અંગેની એક સંસદીય સમિતિના  રીપોર્ટ અનુસાર દેશમાં લગભગ અડધા જેટલી સરકારી શાળાઓમાં જ વિજળી અને રમતના મેદાનો નથી. આ ઉપરાંત તેના તારણ મુજબ બજેટ ઓછા ફાળવવુ અને વપરાવુ આ બંન્ને કારણોથી જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવ ઉભો થાય છે.

રાજ્યસભામાં ગયા સપ્તાહે શાળાકીય અભ્યાસ માટેની ગ્રાન્ટની માંગણી બાબતે પોતાનો રિપોર્ટ રજૂ કરતા એચઆરડી પરની સંસદીય સ્થાયી સમિતીએ જણા્યુ છે કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રસ્તાવીત  બજેટમાં  ૨૭ ટકાનો  કાપ મુકાયો છે એટલે કે ૮૨૫૭૦ કરોડની માંગણી સામે ૫૯૮૪૫ કરોડ જ ફાળવવામાં આવ્યા છે. સમિતિએ ભલામણ કરી છે કે ખરેખર તો તેને વધારે બજેટ ફાળવવુ જોઇએ.

સમિતિએ સરકારી શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રકચર રપોર્ટ અનુસાર દેશની ૫૬ ટકા સરકારી શાળાઓમાં જ વીજળી છે. તેમાં પણ  મણીપુર અને મધ્યપ્રદેશમાં તો પરિસ્થિતી  તેનાથી  પણ ખરાબ છે. ત્યાં ૨૦ ટકાથી પણ ઓછી સરકારી શાળાઓમાં રમતગમતનું મેદાન જ નથી જેમાંથી જમ્મુ કાશ્મીર અને ઓરીસ્સામાં તો આ આંકડો ૩૦ ટકાથી પણ ઓછો છે. રિપોર્ટ અનુસાર દેશની અને ૪૦ ટકા સરકારી શાળાઓમાં બાઉન્ડ્રી વોલ ન હોવાથી વિદ્યાર્થીઓ અને શાળાની સંપતિને નુકશાનનો ભય ઉભો થાય છે. સમિતિએ એચઆરડી વિભાગને બાઉન્ડ્રી વોલ બનાવવા અને એમએનઆરસી  મંત્રાલયને શાળાઓમાં સોલર ,વર્ગખંડો, લેબોરેટરી  અને લાયબ્રેરીઓ બનાવવામાં નિરાશાજનક પ્રગતિ  બાબતે સરકારને ઠપકો પણ આપ્યો છે.

(3:38 pm IST)