Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

વિદેશયાત્રા પર ગયેલા યશ બેંકના ગ્રાહકો ફસાયા

ગ્રાહકો હોટલનું બિલ, રેન્ટ, ટ્રાવેલ અને ફુડ પણ ખરીદી શકતા નથી

મુંબઇ તા. ૯ : વિદેશયાત્રા કરી રહેલા યશ બેંકના અંદાજે ૪૦ હજાર ગ્રાહકો બેંકની પરેશાનીમાં ઘેરવાના કારણે ફસાઇ ગયા છે. આ ગ્રાહકોની પાસે યશ બેંકના ડેબિટ અને ફોરેકસ કાર્ડ છે તે ગ્રાહકો માટે સ્થિતિ વધુ ખરાબ છે. જેને રોકડ કરન્સીના બદલે ફોરેકસ પ્રીપેડ કાર્ડ ખરીદ્યા હતા. આ કસ્ટમર્સ તેમના હોટલ બિલ, રેન્ટ, ટ્રાવેલ અને ફૂડ પણ ખરીદી શકતા નથી.

એક ફોરેકસ કાર્ડ ઓપરેટરે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, ડ્રાફટની જેમ ફોરેકસ પ્રીપેડ કાર્ડ પણ પ્રી-પેડ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તે અચાનક થયેલી એક મુશ્કેલ છે. જેનાથી વિદેશમાં હજારો ભારતીય તેમની મૂડી સુધી ન પહોંચવાના કારણે ફસાઇ ગયા છે. એવી સ્થિતિ વિશે વિચારો જેમાં તમે વિદેશયાત્રા કરી રહ્યા છો અને તમારી પાસે ચુકવણી માટે ડેબિટ - ક્રેડિટ કાર્ડ છે જે હવે સ્વીકારતા નથી. આરબીઆઇએ યશ બેંકને પ્રતિ વ્યકિત વધુમાં વધુ ૫૦ હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. જોકે સારવારની જરૂરીયાત, હાયર એજ્યુકેશન અથવા વિવાહના ખર્ચની ચુકવણી માટે ૫ લાખ રૂપિયા સુધી કાઢવાની છુટ આપવાની સલાહ આપનાર છે. પ્રીપેડ ફોરેકસ કાર્ડ રાખતા યશ બેંકના અનેક ગ્રાહકોએ બેંકને ટ્વિટ કરી તેમની રકમ ઉપલબ્ધ નહી થવાની ફરીયાદ કરી છે.

(3:35 pm IST)