Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

શેરબજારમાં હજુ ચાર ટકા સુધી ઘટાડો થાય તેવી વકી

શેરબજારમાં સુધારો થવાની શકયતા ખુબ ઓછી : બેકિંગ શેર, ખાસ કરી નાની બેંકોના શેરમાં ભારે દબાણની સ્થિતિ રહેશે : ઇકિવટી ઇન્વેસ્ટર્સ સાવધાન રહે તે જરૂરી

નવી દિલ્હી, તા.૯: શેરબજારમાં હાલમાં ભારે ઉથલપાથલ રહી શકે છે. આ સપ્તાહમાં શેરબજારમાં વધારે ૩-૪ ટકા સુધીનોે ઘટાડો થઇ શકે છે. ઇકોનોંમિક આઉટલુક સાફ ન હોવાના કારણઁ આ પ્રકાકરની સ્થિતી સર્જાઇ ગઇ છે. ખાસ કરીને નાની બેંકોના શેરમાં ભારે દબાણઁ રહી શકે છે. ગયા સપ્તાહમાં યસ બેંકને રાહત આપવામાં આવ્યા બાદ કેટલાક રોકાણકારોની ચિંતા વધી શકે છે. નિફ્ટી ગયા સપ્તાહમાં ૧૧૦૦૦ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. હાલમાં વેચવાલીના કારણે શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. હજુ ૩-૪ ટકા સુધીનો ઘટાડો શેરબજારમાં રહી શકે છે. ઇક્વિટી ઇન્વેસ્ટર્સ માટે સપ્તાહ ઉથલપાથલવાળો રહી શકે છે. કોરોના વાયરસના કારણે લોકોની સંખ્યા વધી રહી છે. ગ્લોબલ માર્કેટમાં કોરોના વાયરસનો સામનો કઇ રીતે થાય છે તે બાબત પર દિશા રહી શકે છે. શુક્રવારના દિવસે ઇન્ડિયન ઇન્ડેક્સમાં ૨.૩-૨.૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટી ૧૦૯૮૯ પોઇન્ટની સપાટી પર રહ્યો હતો.ખાનગી ક્ષેત્રની બેંકો, એનબીએફસી, એફએમસીજી, આઈટી અને ફાર્મા સેક્ટર તરફથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કોરોના વાયરસ ૧૦૦થી વધુ દેશોમાં આતંક મચાવી ચુક્યો છે. તેની અસર વૈશ્વિક બજારો ઉપર જોવા મળી રહી છે. યસ બેંક ડુબી જશે તેવી દહેશત દેખાઈ રહી છે. યસ બેંક ઉપર હવે રિઝર્વ બેંકનું નિયંત્રણ છે. યસ બેંકના શેરમાં શુક્રવારના દિવસે ૫૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો. કોઇ નવા ઘટનાક્રમથી કારોબારીઓના જુસ્સા પર માઠી અસર થઇ શકે છે. એસબીઆઈએ યસ બેંકમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસો કરવાની વાત કરી છે જે પૈકી ૧૦૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવાની જાહેરાત કરી છે. જો કે, આને લઇને પણ પ્રશ્નો ઉઠી રહી છે. બેંક અને તેના થાપણદારો માટે બેલઆઉટ કવાયત તરીકે આને જોવામાં આવે છે. આઈઆઈપી ડેટા, ફુગાવાના આંકડા, ટેકનિકલ આઉટલુકને પણ જવાબદાર ગણવામાં આવે છે.

પાંચ શેર પૈકી દરેક એક શેરમાં ઘટાડો નોંધાયો

સેંસેકસમાં સૌથી મોટા ઘટાડા

મુંબઇ, તા.૬: શેરબજારમાં આજે કોરોના વાયરસની દહેશત અને યશ બેંકની કટોકટીને લઇને હાહાકાર મચી ગયો હતો. આ બે પરિબળના કારણે શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. બીએસઈ સેંસેક્સ આજે કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સમાં ૧૬૩૪ પોઇન્ટ સુધીનો મોટો ઘટાડો થયો હતો. સેંસેક્સ ઘટીને ૩૫૯૪૨ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો.સેંસેક્સમાં મોટા ઘટાડા નીચે મુજબ છે.

*નવમી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૬૩૪ પોઇન્ટનો ઘટાડો

* ૨૪મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે ૧૬૨૫ પોઇન્ટનો ઘટાટો

* ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે ૧૪૪૮ પોઇન્ટનો ઘટાટો

*૨૧મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૧૪૦૮ પોઇન્ટનો ઘટાડો

*૨૪મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૧૦૭૧ પોઇન્ટનો ઘટાડો

* પહેલી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે સેંસેક્સ ૯૮૮ પોઇન્ટ ઘટ્યો

*૧૭મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૫૧ પોઇન્ટનો ઘટાડો

*ત્રીજી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૦૧ પોઇન્ટનો ઘટાડો

*છઠ્ઠી માર્ચ ૨૦૨૦ના દિવસે ૮૯૪ પોઇન્ટનો ઘટાડો

*૨૨મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૮૭૫ પોઇન્ટનો ઘટાડો

* છઠ્ઠી જુલાઈ ૨૦૦૯ના દિવસે ૮૭૦ પોઇન્ટનો ઘટાડો

* છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ૮૫૫ પોઇન્ટનો ઘટાડો

* બીજી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે ૮૪૦ પોઇન્ટનો ઘટાડો

* ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે ૮૩૪ પોઇન્ટનો ઘટાડો

* ૧૮મી મે ૨૦૦૬ના દિવસે ૮૨૬ પોઇન્ટનો ઘટાડો

*૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે ૮૦૭ પોઇન્ટનો ઘટાડો

* ૧૧મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે ૮૦૭ પોઇન્ટનો ઘટાડો

* ૪થી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૮૦૬ પોઇન્ટનો ઘટાડો

*૧૦મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૮૦૧ પોઇન્ટનો ઘટાડો

* ૫મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૭૯૨ પોઇન્ટનો ઘટાડો

* છઠ્ઠી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે ૭૮૮ પોઇન્ટનો ઘટાડો

* ૧૩મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૭૧ પોઇન્ટનો ઘટાડો

* ૧૭મી ડિસેમ્બર ૨૦૦૭ના દિવસે ૭૬૯ પોઇન્ટનો ઘટાડો

*૧૬મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે ૭૭૦ પોઇન્ટનો ઘટાડો

* ૭મી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે ૭૪૯ પોઇન્ટનો ઘટાડો

*૩૧મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૨૬ પોઇન્ટનો ઘટાડો

RILના શેરમાં ૧૧ વર્ષનો સૌથી મોટો કડાકો, TCS બની સૌથી મૂલ્યવાન કંપની

મુંબઇ, તા.૯: સાઉદી અરેબિયાએ વદ્યુ ઉત્પાદન કરીને ક્રૂડના ભાવ નીચે લાવવાની જાહેરાત કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે તેલબજારમાં હાહાકાર જોવા મળ્યો છે. ક્રૂડના ભાવમાં છેલ્લા ૩૦ વર્ષનો સૌથી મોટો દૈનિક ૩૦%નો કડાકો જોવા મળ્યો છે.

ક્રૂડના ભાવ ઘટતા રિફાઈનિંગ દિગ્ગજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના વળતા પાણી જોવા મળ્યાં છે. ક્રૂડ પર નભતી કંપનીના માર્જિનમાં ભારે દબાણની આશંકાએ આજે ભારતની સૌથી મૂલ્યવાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં ૧૦%નો મસમોટો કડાકો જોવા મળ્યો છે.

આજના ૧૦%ના કડાકા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ભારતીય શેરમાર્કેટની મૂલ્યવાન કંપનીનો તાજ ગુમાવ્યો છે. રિલાયન્સ અને TCS બંનેના શેરમાં ઘટાડો નોંધાયો છે પરંતુ, TCSમાં ઓછા ઘટાડાને કારણે રિલાયન્સનું બજાર મૂલ્ય ૭.૧૦ લાખ કરોડ છે,જેની સામે TCSનું બજાર મૂલ્ય ૭.૪૦ લાખ કરોડ જોવા મળી રહ્યું છે.

આજે સેન્સેકસ-નિફટીમાં અંકોનો દ્રષ્ટિએ સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. બેંક નિફટી પણ ઉપલા મથાળેથી ૨૦% ઘટી મંદીના વમળમાં અટવાયો. રિલાયન્સ પણ ઓકટોબર, ૨૦૦૮ બાદ સૌથી વધુ આજે તૂટયો છે.

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

મુંબઇ, તા.૯: દેશની ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહ દરમિયાન સંયુકતરીતે ૯૫૪૩૨.૨૬ કરોડ રૂપિયાનો મોટો દ્યટાડો થઇ ગયો છે. રિલાન્યસ ઇન્ડસ્ટ્રી લિમિટેડ અને એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધયો છે. છેલ્લા સપ્તાહ દરમિયાન બીએસઈ સેંસેકસમાં ૭૨૧ પોઇન્ટનો ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે સેંસેકસમાં યસ બેંકની કટોકટી અને કોરોના વાયરસને લઇને દહેશત વચ્ચે ૮૯૪ પોઇન્ટનો દ્યટાડો નોંધાઈ ગયો હતો. વૈશ્વિક મંદીની દહેશત ફરી એકવાર જોવા મળી રહી છે. કોરોના વાયરસના કારણે મંદીનો માહોલ સર્જાઈ ગયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૩૭૧૪૪ કરોડ રૂપિયા દ્યટી જતાં તેની માર્કેટ મૂડી દ્યટીને ૮૦૫૧૧૮.૬૭ કરોડ રૂપિયા થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૨૩૪૩૫ કરોડ રૂપિયા ઘટી ગઈ છે. આવી જ રીતે બજાજ ફાઈનાન્સની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થઇ ગયો છે. એચડીએફસીની માર્કેટ મૂડી ઘટીને ૩૬૫૨૧૪.૫૯ કરોડ થઇ ગઇ છે.

ભારતી એરટેલ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડી પણ ઘટી ગઈ છે. આની વિરુદ્ઘમાં તીવ્ર ઘટાડાવાળા કારોબાર દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડીમાં ૪૩૮૮૪ કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો છે. જો આવી જ સ્થિતિ રહેશે તો ટીસીએસ ફરી એકવાર માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઇએલથી આગળ નીકળી શકે છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી ૨૫૩૪.૮ કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી ૨૪૪૭.૭ કરોડ વધી છે. આરઆઈએલ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને છે. ટીસીએસ બીજા સ્થાન ઉપર છે. કોટક મહિન્દ્રા બેંક અને એરટેલની માર્કેટ મૂડી પણ ટોપટેનમાં છે.

(3:39 pm IST)