Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

યસ બેંક : દિલ્હી - મુંબઇમાં DHFLના અનેક સ્થળો પર CBIના દરોડા

CBIએ કેસ નોંધ્યો : યસ બેંક સંકટમાં હવે એજન્સીઓ એકશન મૂડમાં : DHFL દ્વારા રાણા કપૂરના પરિવારને :૬૦૦ કરોડની લાંચ આપવા બાબતે સાત સ્થળો પર કાર્યવાહી

મુંબઇ તા. ૯ : યસ બેંક આવેલા આર્થિક સંકટ બાદ હવે એજન્સીઓએ તેમની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બેંકના કો-ફાઉન્ડર રાણા કપુરની ઇડીની ધરપકડ કરી છે અને ૧૧ માર્ચ સુધીમાં ધરપકડ કરીને તેમની પૂછપરછ કરશે. બીજીબાજુ રાણા કપૂરના પરિવાર વિરૂધ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરી દેવામાં આવી છે. આજે દિલ્હીથી તપાસ એજન્સીઓની ટીમ મુંબઇ જશે અને કેસમાં તપાસને આગળ વધારાશે. તપાસ એજન્સીઓ યસ બેંક મામલા સાથે જોડાયેલા સાત સ્થળો પર દરોડા પાડયા.

યસ બેંક મામલે સીબીઆઇ તરફથી અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી અને મુંબઇમાં સીબીઆઇએ સવારે દરોડા પાડયા છે. આ દરમિયાન ડીએચએફએલ સાથે જોડાયેલા સ્થળો પર પણ સર્ચ ઓપરેશન કરાયું. સીબીઆઇ જે સ્થળો પર દરોડા પાડી રહી છે તે રાણા કપુર, ડીએચએફએલ, આરકેડબલ્યુ ડેવલોપર્સ અને ડીયુવીપીમાંથી છે. આ ઉપરાંત મુંબઇના બાંદ્રામાં હાજર એચડીઆઇએલના ટાવરમાં પણ સીબીઆઇએ દરોડા પાડયા છે.

યસ બેંક પર આવેલ આ પ્રકારના સંકટે લાખો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. રવિવાર સુધીમાં આવેલી અનેક એજન્સીઓ આ કેસમાં સામેલ થઇ અને વિવિધ મોરચે તપાસ શરૂ કરવામાં આવી. ઇડી પહેલા રાણા કપૂરની ધરપકડ કરી. ત્યારબાદ રાણા કપૂરની પુત્રી રોશની કપૂરને એરપોર્ટ પર રોકવામાં આવી. હવે આ મામલે એક કેસ સીબીઆઇએ નોંધ્યો છે.

(3:31 pm IST)