Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

ઉત્તરીય ઇટાલી સીલ : અંતે ન્યુયોર્કમાં ઇમરજન્સી હશે

વેનિસ, મિલાનમાં અવરજવર પર અંતે બ્રેક : ઇન્ફેકશનને લઇને ભય : એક ચતુર્થાન્સ વસ્તી ઘરમાં કેદ

વોશિગ્ટન, તા.૯: દુનિયાના દેશો કોરોના વાયરસના કારણે પરેશાન છે.સમગ્ર ઉત્તરીય ઇટાલી સીલ કરી દેવામાં આવ્યુ છે. જ્યારે અમેરિકાના ન્યુયોર્કમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઇટાલી, દક્ષિણ કોરિયા અને ઇરાનમાં હાલત કફોડી બનેલી છે. ઇન્ફેક્શનના કારણે દુનિયાના દેશોમાં હાહાકાર મચી ગયો છે. વેનિસ, મિલાન સહિતના મોટા ભાગના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. એક ચતુર્થાંન્સ ઘરમાં લોકોને કેદ કરી દેવામાં આવ્યા છે. ઇટાલીમાં મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ઇત્તરીય ઇટાલીમાં મોટા ભાગના વિસ્તારમાં કઠોર નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. અમેરિકાના ચાર રાજ્યોમાં પહેલાથી જ ઇમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. હાલમાં દક્ષિણ કોરિયા, ઇટાલી અને ઇરાનમાં કેસોની સંખ્યા ક્રમશ ૭૩૮૨, ૭૩૭૫ અને ૬૫૬૬ સુધી પહોચી ગઇ છે.   ઇરાન અને ઇટાલી તેમજ કોરિયા પણ સૌથી વધારે પ્રભાવિત દેશો પૈકી એક છે. અમેરિકાએ ૧૫ પ્રાંતોમાં કોરોનાના આતંક બાદ તેની સામે લડવા માટે ૮.૩ અબજ ડોલર અથવા તો ૬૧૩૮૪ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતિનિધીસભામાં બિલ પસાર કરી દેવામાં આવ્યા બાદ અમરિકી સેનેટમાં પણ બંને પક્ષોએ આને પાસ કરી દેવાની તૈયારી દર્શાવી હતી.  ચીન બાદ ઇટાલીમાં વાયરસથી સૌથી વધારે લોકોના મોત થયા છે.

કોરોના વાયરસના કારણે આશરે ૧.૫ કરોડ લોકોની અવરવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ઇટાલીમાં સિનેમાહોલ, થિયેટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં પણ આવી જ સ્થિતી બની રહી છે. હાલમાં તમામ દેશોમાં કોરોનાનો ભય પ્રવર્તી રહ્યો છે. જનજીવન પર માઠી અસર થઇ રહી છે. હાલમાં ઇટાલીમાં યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા છે.  (૯.૧૧)

૧૦૪ દેશોમાં કોરોના

ફેલાવાને રોકવામાં નિષ્ફળતા મળી

બેઝિગ, તા. ૯: કોરોના વાયરસના કારણે અસરગ્રસ્ત દેશોની સંખ્યા ઝડપથી વધી રહી છે. નવા નવા દેશો તેના સકંજામાં આવી રહ્યા છે. હવે અસરગ્રસ્ત દેશોની સંખ્યા વધીને ૧૦૪ ઉપર પહોંચી ગઈ છે. હાલમાં સ્થિતીમાં કાબુ આવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. કોરોના વાયરસને રોકવા માટેના તમામ પ્રયાસ અપુરતા સાબિત થઇ રહ્યા છે. કારણ કે નવા નવા દેશો સકંજામાં આવી રહ્યા છે. કોરોનોના કારણે કેસો સતત વધી રહ્યા છે. વિશ્વમાં હાલત નીચે મુજબ છે.

વિશ્વના કુલ દેશો પ્રભાવિત        ૧૦૪

વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૧૧૦૦૭૭

વિશ્વના કુલ દેશોમાં મોત          ૩૮૩૦

વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૬૨૨૮૦

ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા  ૫૯૭૭

માઇલ્ડ કેસોની સંખ્યા             ૩૭૯૯૦

બંધ કરાયેલા કેસોની સંખ્યા       ૬૬૧૧૦

એક્ટિવ કેસોની સંખ્યા             ૪૩૯૬૭૬

નોંધ : આંકડા તમામ દેશો દરરોજના આધાર પર છે.

(3:30 pm IST)