Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

દિલ્હી રમખાણોમાં 'મોતનો નાચ' જોઇને યમરાજ પણ પોતાના પદ રાજીનામુ આપી દેશે

શિવસેના સાંસદ સંજ્ય રાઉતે સામનામાં બધડાટી બોલાવી

મુંબઇ,તા.૯: શિવસેના સાંસદ સંજ્ય રાઉતે દિલ્હીનાં ફેબ્રુઆરીમાં થયેલા કોમી રમખાણોને અમાનવીય મોતનો નામ ગણાવીને ઉમેર્યું હતું કે આને જોઇને તો યમરાજ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપી દે.

પક્ષના મુખપત્ર સામનામાં પોતાની રવિવારની કોલમ 'રોક ઠોક'માં રાઉતે કહ્યું હતું કે વર્તમાન રાજકારણમાં માનવતાનો અભાવ છે તેમણે લખ્યું હતું. 'રાજકારણમાંથી માનવતા મરી પરવારી છે.આવા રાજકારણમાંથી હિસ્ટીરીયા ઉભો થાય છે. અને આવો હિસ્ટીરીયાથી જ નવા પ્રકારના રાષ્ટ્રવાદનો જન્મ થયો છે. આવો રાષ્ટ્રવાદ દેશના બાકીના લોકોને મારી રહ્યો છે.

રાઉતે લખ્યું હતું કે દિલ્હી દંગાના હૃદય દ્રાવક દ્રશ્યો તથા અમાનવિય મોતનો નાશ જોઇને યમરાજ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપી છે. આ રમખાણોના કારણે કેટલાય હિંદુ-મુસ્લિમ નિદોર્ષ બાળકલ અનાથ બની ગયા છે.

ઙ્ગઆ પહેલા પણ સામનાએ દિલ્હી દંગાઓને ૧૯૮૪ના શીખ દંગાઓ સાથે સરખાવીને ગૃહપ્રધાન અમિત શાહી દંગાઓ વખતે ગેરહાજરી બાબતે પ્રશ્નો ઉભો કર્યા હતા. સંજય રાઉતે લખ્યું હતું કે એક બાળક પોતાના પિતાની લાશ પાસે ઉભેલો હોવાનો ફોટો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. ૫૦ લોકોના જીવ લેનાર અને ૫૦૦ વ્યકિતઓને ઘાયલ કરનાર કોણ હતા? પોતાના કુંટુંબીજનને ગુમાવનાર બાળકનો ફોટો જોવા છતા જો લોકો હિન્દુ-મુસ્લિમમાં માનતા હોય તો તે માનવતાનું મોત છે.

(3:28 pm IST)