Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ : એક આતંકી ઠાર

હજુ પણ 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. શોપિયાં જિલ્લાના ખાજપુરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું  જે દરમ્યાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું.

 સેનાના જવાનોએ વળતી કાર્યવાહી કરતા એક આતંકવાદી ઠાર મરાયો છે. આ વિસ્તારમાં હજુ પણ 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાંના વાથુ ગામમાં આતંકીઓ હોવાની માહિતી બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 62 રાષ્ટ્રીય રાઇફલ્સ. સીઆરપીએફની 14મી બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

(1:56 pm IST)