Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

" સ્વરોત્સવ " : ભારતીય સંસ્કૃતિ ,પ્રાચીન વારસો ,તથા કલાને મ્યુઝિકના માધ્યમથી ફેલાવવા કાર્યરત ઓમકારાના ઉપક્રમે અમેરિકામાં 13 માર્ચથી 29 માર્ચ 2020 દરમિયાન યોજાનારો કાર્યક્રમ : કિર્તીદાન ગઢવી ,અંકિત ત્રિવેદી ,ગાર્ગી વોરા ,ધ્રુવીશ શાહ ,તથા સંગીતકારોની ટીમ મનોરંજનનો રસથાળ પીરસશે : ગુજરાતી અને ભારતીય હોવાનું ગૌરવ અપાવશે

દિપ્તીબેન જાણી દ્વારા ,ન્યુજર્સી : ભારતીય સંસ્કૃતિ ,પ્રાચીન વારસો ,તથા કલાને મ્યુઝિકના માધ્યમથી ભારતના નવા અને  જુના કલાકારો દ્વારા પ્રદર્શિત કરવા 2013 ની સાલમાં યુ.એસ.માં શરૂ કરાયેલ ઓમકારાના ઉપક્રમે આગામી 13 માર્ચથી 29 માર્ચ દરમિયાન અમેરિકાના જુદા જુદા શહેરોમાં " સ્વરોત્સવ " કાર્યક્રમનું આયોજન કરાયું છે.
2014 થી 2017 દરમિયાન અમેરિકાના 10 સ્ટેટ અને 18 શહેરો તથા મસ્કત ,ઓમાન ,દુબઇ ,અને યુ.એ.ઈ.માં ભારતના નામાંકિત કલાકારો ,કવિઓ,તથા લેખકો ,તેમજ પ્રોડ્યુસરને પેશ કરાયા બાદ હવે અમેરિકામાં યોજાનારા આ કાર્યક્રમમાં માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન ગુજરાતી મ્યુઝિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ " સ્વરોત્સવ " નું આયોજન કરાયું છે.જેમાં સુગમ સંગીત ,લોક સંગીત ,ભક્તિ સંગીત ,ડાયરો ,તથા મનોરંજનનો રસથાળ પીરસાશે જે ઉપસ્થિતોને ગુજરાતી અને ભારતીય હોવા બદલ ગૌરવ પ્રદાન કરનાર બની રહેશે
કવિશ્રી ડો.અંકિત ત્રિવેદીના નેતૃત્વ હેઠળની આ ટીમમાં કિર્તીદાન ગઢવી ,મૃદુલા દેસાઈ ,ગાર્ગી વોરા  ,ધ્રુવીશ શાહ ,મયુર દવે ,રિતેશ ઉપાધ્યાય મનીષી રાવલ ,મનીષ કંસારા ,અને દિલીપ મહેતાનો સમાવેશ થાય છે.5 કલાકના આ શો માં આપ મન ભરીને ભારતીય સંસ્કૃતિ તથા કલા ,અને સંગીતનો આનંદ માણી શકશો

કાર્યક્રમને ગ્રાન્ટ ઇવેન્ટ સ્પોન્સર ,પ્લેટિનમ સ્પોન્સર ,ગોલ્ડ સ્પોન્સર ,સિલ્વર સ્પોન્સર ,બેનિફેકટર ,તથા બેસ્ટ કોમ્પ્લિમેન્ટ્સ દવા સ્પોન્સર કરી શકાશે જે માટે જુદી રકમ નક્કી કરાયેલ છે.તેવું ડો.તુષાર પટેલ તથા ટિમ ઓમકારાના ડો.તુષાર પટેલ 848-391-0499 ,પિનાકીન પાઠક 609-610-1920 ,નિશિલ પરીખ 609-462-8571 તથા દિપક ત્રિવેદી 732-822-2008 ની યાદી દ્વારા ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.જણાવે છે.

(1:47 pm IST)