Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

કાશ્મીર- લડાખમાં બરફવર્ષા અને વરસાદનો વર્તારોઃ પંજાબ- હરિયાણા- દિલ્હી- યુપી -રાજસ્થાનમાં સૂકુ વાતાવરણ રહેશે

નવીદિલ્હીઃ દેશના રાજયો ઓડીશા, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વાતાવરણ શુષ્ક અને આરામદાયક રહેશે. જયારે બિહાર અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગળના કેટલાક સ્થાનો ઉપર સાંજના સમયે ધુમ્મસ જોવા મળી શકે છે. વિદર્ભ અને તેની આસપાસના ક્ષેત્રોમાં એક ચક્રાવાતી પવનોનું દબાણ બને છે. આ સીવાય એક ટ્રફ રેખા દક્ષીણી આંતરિક કર્ણાટક અને તામિલનાડુના આસપાસના ભાગોમાં ફેલાયેલી છે.

તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુની કેટલીક જગ્યાએ આજે જોરદાર આંધી સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. જયારે દક્ષીણ- પૂર્વી અરબ સાગરના ભાગો અને કેરળની આજુબાજુ એક ચક્રાવાતી પવનોનું દબાણ બનેલુ છે. જેથી હળવો વરસાદ અને ગાજવીજ સાથે આ સિસ્ટમ કેરળ અને તેના લાગુ ક્ષેત્રોને પ્રભાવિત કરી શકે છે.

આમ આસામ અને અરૂણાચલ પ્રદેશમાં વાદળોની ગર્જના સાથે હળવા વરસાદનું અનુમાન છે. અરૂણાચલ પ્રદેશમાં અલગ- અલગ જગ્યાઓએ વરસાદની સંભાવના છે.

હવામાનની ખાનગી સંસ્થા સ્કાયમેટ મુજબ ઓડીશા, બિહાર, ઝારખંડ અને પ.બંગાળમાં મૌસમ શુષ્ક અને આરામદાયક રહેશે. બિહાર અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં સાંજે ધુમ્મસ જોવા મળી શકે છે. ઉ.ભારતમાં લડાખના પૂર્વી ભાગોમાં વેર્સ્ટન ડિસ્ટર્બન્સના અવશેષોના કારણે જમ્મુ- કાશ્મીર, લડાખના ઉપરી ભાગોમાં હળવા વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે.

આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં હવામાન સૂ કુ બની રહેશે. બીજી તરફ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં સૂકા અને ઠંડા પવાનોના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આકાશ ચોખ્ખુ રહેવાની સાથે હવામાન શુષ્ક રહેશે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને એમ.પી.માં સાંજે ધુમ્મસ છવાયેલ રહેવાની સંભાવના છે.

(12:46 pm IST)