Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

જમ્મુ- કાશ્મીરના રાજૌરીના પહાડોમાં બરફવર્ષામાં ફસાયેલા નવ મુસાફરોને સેનાએ બચાવ્યા

ગુરૂ- શુક્ર પહાડો ઉપર હળવો વરસાદ- હિમપાતની શકયતાઃ હવામાન ખાતુ

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ઉંચાઇવાળા સ્થાનો પર બરફવર્ષાને કારણે ફસાયેલા નવ લોકોને સેનાએ બચાવ્યા હતા.

 સેનાની રોમિયો ફોર્સનાં જવાનોએ ખરાબ હવામાનની પણ પરવા કર્યા વગર સતત થઇ રહેલી બરફવર્ષા અને વરસાદમાં ડેરાની ગલી નજીક ફસાયેલા મુસાફરોને બચાવ્યા. તે થાનમંડીથી બફેલીયા જઈ રહ્યા હતા.

સેનાના પ્રવકતાએ જણાવ્યું કે, મુસાફરોનું વાહન રસ્તા પર બરફમાં ફસાઇ ગયું હતું. આ માહિતી મળતાં જ ડેરાની ગલીમાં તૈનાત સ્થાનિક પોલીસકર્મીઓ અને સેનાના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવ્યા હતા.

આ દરમિયાન હવામાન વિભાગે ૧૨ અને ૧૩ માર્ચે પહાડો પર હળવા વરસાદ અને હિમપ્રપાતની આશંકા વ્યકત કરી છે.(૩૦.૬)

(12:45 pm IST)