Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

કેરળમાં ત્રણ વર્ષના બાળકને કોરોના વાયરસ માતા પિતા સાથે બાળક પણ ઇટાલી ગયો હતો

આ લોકો સાતમી માર્ચના રોજ દુબઈથી કોચી પહોંચ્યા હતા.

કેરળમાં એક ત્રણ વર્ષના બાળકને કોરોના વાયરસ થયો હોવાની પુષ્ટિ થઈ છે. આ બાળકને કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 40 થઈ ગઈ છે. આ બાળક માતાપિતા સાથે તાજેતરમાં ઇટલી ગયો હતો. આ લોકો સાતમી માર્ચના રોજ દુબઈથી કોચી પહોંચ્યા હતા.

(12:23 pm IST)