Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

" શાકોત્સવ " : બાજરીના રોટલા, રીંગણાનું મસાલેદાર શાક, ઘી, ગોળ, માખણ, અને મરચાંના સ્વાદ સાથે અમેરિકાના શિકાગોમાં ઉજવાઈ ગયેલો ઉત્સવ : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા આયોજિત કાર્યક્રમમાં શાકોત્સવ વિષે માહિતી ,નૃત્યગીત , તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા : 400 જેટલા હરિભક્તોએ ઉત્સવનો આનંદ માણ્યો

શિકાગો : 29 ફેબ્રુઆરી, 2020 ના રોજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મંદિર મધ્યપશ્ચિમ શિકાગોએ સ્ટ્રીમ વુડના ઈલીનોઈજ ખાતે "શાકોત્સવ" નું આયોજન કરવામાં આવેલ હતું. સંત આચાર્ય સ્વામી શ્રી દ્વારા પ્રેરણાદાયી  આ મહાન 'શાકોત્સવ' નો 400 જેટલા  લોકોએ આનંદ માણ્યો હતો શરૂઆતમાં તમામ ભક્તોએ "શાકોત્સવ કેવી રીતે શરૂ થયો તે વિશે વિડિઓ દ્વારા આનંદ માણ્યો હતો. ત્યાર બાદ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક

કાર્યક્રમની શરૂઆત ઉપમા પટેલ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી, 'શ્રીજી છો કૃપાળુ .......' તિયા પટેલ દ્વારા, 'છડી શ્રી સ્વામિનારાયણ ની ..... અનુ શ્રી પટેલ દ્વારા', 'છડી અબ્જી બાપાની ' ...... .ધૃવી પટેલ, તિષા પટેલ દ્વારા 'ભજન ધૂન', વાણી અને દિયા પટેલ દ્વારા 'દિવ્ય જ્યોત' સ્પીચ . યાની પટેલ અને દિયા પટેલ  દ્વારા રજૂ કરવામાં આવેલ. શાકોત્સવ ઉત્સવની માહિતી, પાર્થ પટેલ, વૈશાલી અને હર્ષ પટેલ દ્વારા 'શાકોત્સવ'ની  કેવી રીતે શરૂ કરવામાં આવેલ તેની માહિતી આપવામાં આવેલ. 'કંઠી , તિલક' અને ચાંદલો ની માહિતી 'વિધી પટેલે  રજૂઆત કરી હતી અને અનુશ્રી, તિયા, ધ્રુવી અને ટીશાએ રજૂ કરેલા ગીત 'લાલા તારી લટકની .....' ગીત ઉપર સરસ નૃત્ય  કરેલ તે બધાને ઘણો જ ગમેલ .તે પછી 'સંસ્થાના હરિભાઇ પટેલે તમામ ભાગ લેનારને ને પ્રશંસા પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ સૌએ 'શાકોત્સવ' પ્રસંગે બાજરીના રોટલા, રીંગણાનું મસાલેદાર શાક, ઘી, ગોળ, માખણ, મરચાં વગેરેનો સ્વાદ માણ્યો હતો. તેવું ફોટો અને માહિતી સુશ્રી કલા જયંતિ ઓઝા દ્વારા જાણવા મળે છે.

 

(12:21 pm IST)