Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

આ વર્ષે પણ દેશના અડધા ભાગમાં નોર્મલ અને અડધા ભાગમાં ચોમાસુ વધુ પડતી રમઝટ બોલાવશે : નોન પ્રોફેશ્નલ વેધર એનાલીસ્ટે કરેલ ટ્વીટ

કેની નામના એક યુવા હવામાન શાસ્ત્રીએ પોતાના અંગત અભ્યાસના આધારે પ્રાથમિક તારણમાં સૌરાષ્ટ્ર - ગુજરાત - કચ્છ સહિત મોટાભાગના દક્ષિણ ભારતમાં ૨૦૨૦માં ચોમાસુ સામાન્ય રહેશે. જયારે ઉત્તર ભારત, હિમાચલ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત અડધા ભારતમાં ચોમાસુ જોરદાર, નોર્મલથી ઘણુ વધુ રહેશે તેવી આગાહી પોતાના ટ્વીટર એકાઉન્ટ લવલી વેધર ઉપર કરેલ છે. જો કે દેશના પ ટકા ભાગમાં ચોમાસુ નોર્મલથી ઓછંુ રહે તેવું તેમણે કહ્યું છે. માર્ચના એન્ડમાં તેઓ અંતિમ તારણ આપશે.

(11:33 am IST)