Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

ટેલિકોમ કંપનીઓ રિંગ ટોન, મેસેજ દ્વારા કોરોના વાયરસ અંગે ફેલાવે છે જાગૃતતા

નવી દિલ્હી, તા.૯: ભારતમાં પણ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૩૧ પોઝીટિવ કેસ નોંધાયા છે. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સતત આરોગ્ય સલાહ આપવામાં આવે છે. આ જ રીતે, જિયોએ એક અનોખી પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત જિયો યૂઝર્સને કોરોના સંબંધિત માહિતી આપવામાં આવી રહી છે.

મતલબ, જિયો ફોનની રિંગ ટોનમાં કોરોના સંબંધિત સલાહ આપવામાં આવી રહી છે. જિયો વપરાશકર્તાઓએ નોંધ લેવી જોઈએ કે તમારે આ રીંગ ટોન માટે ચૂકવણી કરવાની રહેશે નહીં. જો કોઈ જિયો વપરાશકર્તા કોરોના વાયરસ સંબંધિત મેસેજ મેળવે છે અને તે પછી રીંગ ટોન બદલાય છે, તો તમારે તે માટે ચાર્જ ચૂકવવો પડશે નહીં.

જો કોઈ જિયો વપરાશકર્તાએ રિંગ ટોન લાગુ નથી કરી અને કોઈ તેને કોલ કરે છે, તો તે ખાંસીથી શરૂ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાથ મિલાવવાનું ટાળો, સતત તમારા હાથ ધોઈ લો અને સ્વચ્છતાની વિશેષ કાળજી લો. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈને ખાંસી, શરદી, અને તાવનો હોય તો તેણે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવું જોઈએ અને તેની તપાસ કરાવવી લેવી જોઈએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર હિતમાં આ જારી કરવામાં આવી છે.

ભારતમાં કોરોનાથી ૩૧ લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી ૧૬ ઇટાલીના છે જેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાને કારણે એક વ્યકિતનું મોત નીપજયું છે.

(10:08 am IST)