Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

કોરોના વાયરસનું તાંડવ

ઇરાનમાં એક જ દિવસમાં ૧૩૩ના મોત

મૃતકોની સંખ્યા ૩૬૬: સંક્રીમત લોકો છે ૭૩૭૫

રોમ, તા.૯: ચીનથી ફેલાયેલા ઘાતક કોરોના વાયરસથી ઇટલીમાં એક દિવસમાં ૧૩૩ લોકોના મોત થયા, તેના લીધે દેશમાં મૃતકોની કુલ સંખ્યા ૩૬૬ પહોંચી ગઇ. એક દિવસમાં સંક્રમણના ૧૪૯૨ કેસ સામે આવ્યા બાદ ઇટલીએ બે કરોડથી વધુ માસ્કનો ઓર્ડર આપી દીધો છે. ચીન બાદ કોરોના વાયરસથી સૌથી વધુ અસર થનાર દેશ ઇટલી જ છે જયાં મૃતકોની સંખ્યા વધીને ૩૬૬ થઇ ગઇ છે અને સંક્રમિત લોકોની સંખ્યા ૭૩૭૫ પર પહોંચી ગઇ છે. આ બધાની વચ્ચે ઇટલીએ કોરોના વાયરસ તથા લોકોમાં તેના પ્રસારને રોકવા માટે ૨.૨ કરોડ માસ્કનો ઓર્ડર આપી મહત્વનો નિર્ણય લીધો છે.

નાગરિક સુરક્ષા એજન્સીએ કહ્યું કે મોટાભાગના મોત ઉત્ત્।ર ઇટલીમાં લોમ્બાર્ડ વિસ્તારમાં થયા છે. ઇટલીએ આ ખતરનાક વાયરસને ફેલાવાથી રોકવાના પોતાના પ્રયાસોની અંતર્ગત દેશભરના સિનેમાઘરો, થિયેટરો અને સંગ્રહાલયોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. વડાપ્રધાન ગ્યુસેપ કોંટના હસ્તાક્ષરવાળા શાસનાદેશમાં આ માહિતી આપી છે.

ઇટલીની સરકાર એ જોઇ રહી છે કે શું અપેક્ષાકૃત સંપન્ન ઉત્તર ભાગમાં કોરોના વાયરસનું સંક્રમણ ગરીબ દક્ષિણ વિસ્તારમાં તો નથી ફેલાય રહ્યું, જયાં ચિકિત્સાના સંસાધનો ઓછા છે. ઉલ્લેખનીય છે કે ઇટલીના તમામ ૨૨ ક્ષેત્રોમાં કોરોના વાયરસથી સંક્રમણના કેસ સામે આવ્યા છે.

(10:07 am IST)