Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

વિશ્વભરના એક અબજથી વધુ સ્માર્ટફોનમાં ખામીઓ

આ સ્માર્ટફોનમાં સિકયોરિટી અપડેટ નથી કરવામાં આવી જેને પગલે તેને હેક કરવું બહુ જ સરળ છે

નવી દિલ્હી, તા.૯: એક સાયબર સિકયોરિટી કંપનીએ દાવો કર્યો હતો કે દુનિયાભરના આશરે એક અબજથી વધુ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ખામીઓ છે, આ સ્માર્ટફોનમાં સિકયોરિટી અપડેટ નથી કરવામાં આવી જેને પગલે તેને હેક કરવું બહુ જ સરળ છે. આ સાયબર સિકયોરિટી વોચ ડોગે કહ્યું હતું કે ૨૦૧૨ કે તે પહેલા લોંચ કરાયેલા એન્ડ્રોઇડ સ્માર્ટ યુઝર માટે ખતરો વધુ છે. જોકે ગૂગલ દ્વારા આ મુદ્દે કોઇ નિવેદન હજુસુધી જાહેર કરવામાં નથી આવ્યું.

આ સિકયોરિટી વોચ ડોગે ગૂગલ સહિત એન્ડ્રોઇડ સ્માર્ટફોન કંપનીઓ પર પણ સવાલો ઉઠાવ્યા છે પણ કોઇ કંપનીએ હજુ સુધી આ મુદ્દે કોઇ જ સ્પષ્ટતા નથી કરી. આ એજન્સીનું કહેવું છે કે મોબાઇલ કંપનીઓએ સિકયોરિટી સોફ્ટવેરને લઇને યૂઝર્સની સાથે ટ્રાંસપરેંટ રહેવું વધુ જરૂરી છે. સામાન્ય રીતે સ્માર્ટફોન કંપનીઓ ગમે તેટલો મોંદ્યો સ્માર્ટફોન કેમ ન હોય પણ એ સ્પષ્ટતા નથી કરતી કે યૂઝરને તેટલા વર્ષ સુધી સ્માર્ટફોન અપડેટ મળતું રહેશે. મોટા ભાગના સ્માર્ટફોનમાં બેથી ત્રણ વર્ષ બાદ અપડેટ મળવાનું બંધ થઇ જાય છે.

એક અન્ય રિપોર્ટ અનુસાર ગૂગલના આ ડેટા ખુદ કહે છે કે દુનિયાભરના આશરે ૪૨.૧ ટકા એન્ડ્રોઇડ યૂઝર પાસે એન્ડ્રોઇડ ૬.૦ કે તેનાથી નીચેના વર્ઝન છે. સિકયોરિટી વોચડોગ શ્નઉક લૃહ્ય્ પોતાની સ્ટડીમાં જણાવ્યું છે કે દુનિયાભરના પાંચમાંથી બે એન્ડ્રોઇડ યૂઝર્સને હવે સિકયોરિટી અપડેટ નથી આપવામાં આવી રહ્યા.

એજન્સીએ દાવો કર્યો હતો કે તેણે સ્માર્ટફોનની ટેસ્ટિંગ પણ કરી છે. જેમાં મોટો એકસ, સેમસંગ ગેલેકસી એ-૫, સોની એકસપેરિયા ઝેડ-૨, નેકસસ-૫ અને સેમસંગ ગેલેકસી એસ૬ સામેલ છે. આ વોચડોગે દાવો કર્યો છે કે તપાસ કરવા માટે એંટી વાઇરસ લેબ એવી કમ્પેરેટિવની મદદ લેવામાં આવી હતી અને જે પણ સ્માર્ટફોનને નમૂના તરીકે લેવામાં આવ્યા તેમા દરેકમાં મેલવેય સરળતાથી ઇંજેકટ કરવામાં આવ્યો હતો.

(10:05 am IST)