Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

યસ બેન્કના રાણા કપૂરની દીકરી રોશનીકપુરને લંડન જતા અટકાવાઈ :સમગ્ર પરિવાર પર લૂટ આઉટ નોટિસ

રોશની કપૂરને મુંબઈ એરપોર્ટ પરથી અટકાવી : રાણા કપૂરના જમાઈ આદિત્ય વિરુદ્ધ પણ લૂકઆઉટ નોટિસ જાહેર

મુંબઈ : યસ બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂરના સમગ્ર પરિવાર વિરુદ્ધ લૂટ આઉટ નોટિસ જાહેર કરાઈ છે  બાદ રાણા કપૂરની દિકરી રોશની કપૂરને પણ આ નોટિસ અંતર્ગત લંડન જતાં રોકવામાં આવી છે.

 યસ બેંકના કારણે રાણા કપૂર અને તેના સમગ્ર પર પરિવાર પણ શંકાના દાયરામાં આવી ગયો છે. ત્યારે આવા સમયે રાણા કપૂરની દિકરી રોશની કપૂર દેશ છોડવાની તૈયારીમાં હતી. રોશની કપૂરને મુંબઈ એરપોર્ટ પરથી લંડન જતાં રોકવામાં આવી છે. રાણા કપૂરના જમાઈ આદિત્ય વિરુદ્ધ પણ લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે.

બીજીતરફ રાણા કપૂરની મુશ્કેલીઓ વધતી જાય છે. ઈડીએ રાણા કપૂરને 1 માર્ચ સુધી ધરપકડમાં રાખ્યા છે, તેમની અલગ અલગ પુછપરછ થઈ રહી છે. છપરછમાં ખુલાસામાં જાણવા મળ્યું છે કે, રાણા કપૂરે કેટલાય રોકાણ શંકાસ્પદ રીતે કર્યા છે.

 

  અત્રે ઉલેલ્ખનીય છે કે હાલ યસ બેંક ડૂબવાની કગાર પર આવીને ઉભી છે. યસ બેંકના ભવિષ્ય પર સંકટના વાદળો છવાયા છે. આરબીઆઈએ યસ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે અંતર્ગત યસ બેંકના ખાતેદારો એક મહિનામાં 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.  સમગ્ર દેશમાં 1 હજારી વધુ શાખા અને 1800થી વધુ યસ બેંકના એટીએમ છે.

(12:00 am IST)