Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

મધ્યપ્રદેશના અલિરાજપુરના ના જોબટ પાસે ગમખ્વાર અકસ્માત : ટ્રક રોડ પરથી પલટી જતા આગ લાગી હતી : ટ્રક ચાલક બળીને ભડથુ થઈ ગયો

છોટાઉદેપુર :  શનિવારે મોડી સાંજે બની હતી. ભડભડ બળતા ટ્રકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતમાં છોટાઉદેપુરના ચાલક મહેમુદ મોહમ્મદ હુસેન ભટ્ટીનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે છોટાઉદેપુરનો મહેમુદ મોહમ્મદ હુસેન ભટ્ટી ટ્રક ચાલકે છે. ગુજરાતથી પુટ્ટી ભરી મધ્યપ્રદેશ જઈ રહ્યો હતો. દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના કનવાડા પાસે ગત સાંજે પલટી મારી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી કારમાં અને વાહનોમાં આગ લાગવાની ઘટના ઘટી રહી છે. જેમાં તાજેતરમાં જ અમદાવાદમાં એક વિચલિત કરી દે તેવી ઘટના સામે આવી હતી. જેમાં કાર ચાલક કારની અંદર જ આગ લાગતા ભડથુ થઈ ગયો હતો.. આ સમગ્ર લાઈવ મોતની ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો., જે વિચલિત કરી દે તેવો હતો. અમદાવાદ શહેરના ઈન્દિરા બ્રિજ નજીક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કારમાં અચાનક આગ લાગી, જેમાં કાર ચાલક બહાર જ ન નીકળી શક્યો અને કારની ડ્રાઈવર સીટ પર ભડ-ભડ સળગી ભડથુ થઈ ગયો હતો.

(12:00 am IST)