Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

યુએસમાં કોરોના વાયરસનો કહેર :ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર : મૃત્યું આંક 19એ પહોચ્યો

ન્યૂ રોશેલમાં કોરોના વાયરસના 23 નવા મામલા સામે આવ્યા

અમેરિકામાં કોરોના વાયરસને કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ કુઓમોએ કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા ઇમર્જન્સીની સ્થિતિ જાહેર કરી દીધી છે.

ન્યૂ રોશેલમાં કોરોના વાયરસના 23 નવા મામલા સામે આવ્યા, જે બાદ વેસ્ટ ચેસ્ટર કાઉન્ટીમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 57 સુધી પહોંચી ગઈ છે.

ગવર્નર કુઓમોએ જાણકારી આપી કે કોરોનાથી સંક્રમિત મામલા હવે આખા દેશમાં 76 થઈ ગયા છે અને આ આંકડો પાછલા કેટલાક દિવસોથી સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, રોકવે અને સારટોગા કાઉન્ટીમાં પણ નવા મામલા હતા.

આ લોકો ન્યૂ રોશેલના તે વકીલના સંપર્કમાં હતા જે આ વાયરસના પહેલા રિપોર્ટ કરાયેલા મામલામાંથી એક હતો. કોરોના અત્યાર સુધીમાં 70 દેશોમાં ફેલાયો છે. જ્યારે અમેરિકામાં મોતનો આંકડો 19 સુધી પહોંચી ગયો છે.

(12:00 am IST)